________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૩ મું
નડિયાદ અને વસો ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિઓની સ્થિતિરૂપે હોય તોપણ શ્રેયસ્કર જ છે.
આજે પત્ર સંપ્રાપ્ત થયું.
૬૪૯
ॐ परम शांतिः
܀܀܀܀܀
૯૩
વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬
સાથેના પત્રનો ઉત્તર-પત્રાનુસાર ક્ષેત્રે આજે ગયો છે. શરીર પ્રકૃતિ ઉદયાનુસાર-સહજ આરોગ્યતા પર.
૯૨૪
शांतिः
વવાણિયા, વૈશાખ વદ ૧૩, શનિ, ૧૯૫૬
આર્ય મુનિવરોના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વદ ૭ સોમવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું.
નડિયાદ, નરોડા અને વસો તથા તે સિવાય બીજું કોઈ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરતાં શ્રેય જ છે.
આ વર્ષ જ્યાં તે વૈષધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તોપણ અડચણ નથી; પરંતુ વેષધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું.
એવું કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં છયે મુનિઓ ચાતુર્માસ રહેતાં આહારાદિનો સંકોચ વિશેષ ન હોઈ શકે તો તે ક્ષેત્રે ચાતુર્માસ છયે મુનિઓએ કરવામાં અડચણ નથી, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરવું યોગ્ય છે,
જ્યાં ઘણા વિરોધી ગૃહવાસી જન કે તે લોકોના રાગદૃષ્ટિવાળા હોય ત્યાં અથવા જ્યાં આહારાદિનો જનસમૂહનો સંકોચભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી જ છે.
આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય ? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે !
ૐ શાંતિઃ
܀܀܀܀
૯૨૫ အ
વવાણિયા, વૈશાખ વદ ૦)), સોમ, ૧૯૫૬
આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપપણું સંભવિત છે. વિનયભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે.
અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું. પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, શમાવ્યું-ક્ષય કર્યું એ ખરેખર આશ્ચર્યકારક છે.
૯૬
વવાણિયા, વૈશાખ વદ ૦)), સોમ, ૧૯૫૬
મુનિઓને અર્થે અવિક્ષેપપણું જ સંભવિત છે. મુમુક્ષુઓએ વિનય કર્તવ્ય છે. કાયોપામિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્યા
(અધ્યાત્મ ગીતા)