________________
૭૪૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૩૦ જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંનીવાર આવ્યો ને ત્યાંથી પાછો વળી ગયો છે.
૩૧ જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યાં વિના પ્રાપ્ત થતું નથી.
૩૨ કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યક્ત્વ આવ્યા વિના તેમાંની કોઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કેઃ- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે; અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે.
૩૩ સમ્યક્ત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે.
૩૪ જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાયો તો પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે.
૩૫ સમ્યકૃત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યક્ત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.
૩ આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકૃત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે.
૩૭ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે ‘જ્ઞાન’, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન’, અને તેથી થતી ક્રિયા તે ‘ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યક્ત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે,
૩૮ સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે.
૩૯ સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે; અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
܀܀܀܀܀
૪૦ વધની દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી; અને ન હોય તો માનવ જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું.
܀܀܀܀܀
૪૧ સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી.
૪૨ અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે,
܀܀܀܀܀