Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
http://www.ShrimadRajchandra.org
८८०
શ્રીમદ્ રાજચંદ્ર
આજ્ઞા આરાધક-આજ્ઞા પ્રમાણે ચાલનાર. આજ્ઞાધાર-આજ્ઞાંકિતપણે. આત્મસિદ્ધિ ગાથા ૩૫ આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ ને પાંચ સમિતિ. આતાપનયોગ-તડકામાં બેસી અથવા ઊભા રહી ધ્યાન કરવું તે.
આત્મવાદ-આત્માને કહેનાર.
આત્મવીર્ય-જીવની શક્તિ.
આત્મસંયમ આત્માને વશ કરવો. આત્મલાઘા-પોતાની પ્રશંસા. આત્મા-જ્ઞાનદર્શનમયી અવિનાશી પદાર્થ, આત્માર્થી આત્માની ઇચ્છાવાળો. “કષાયની ઉપ- શાંતતા. માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ' આત્મસિદ્ધિ ગાથા ૩, આત્માનુભવ-આત્માનો સાક્ષાત્કાર, આત્યંતિક અત્યંતપણે.
આદિ અંત-શરૂઆત અને છેડો.
આદિ પુરુષ-પરમાત્મા,
આદેશ આશ.
આધાર-ટેકો.
આધિ-માનસિક પીડા,
આધુનિક-હમણાંનું
આર્ય આચાર-મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે. પત્રાંક ૩૧૩.
આર્ય
દેશ-ઉત્તમ દેશ. જ્યાં આત્માદિતત્ત્વોની
વિચારણા થઈ શકે. આત્મોન્નતિ થઈ શકે તેવી અનુકૂળતાવાળો દેશ
આર્ય વિચાર-મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાન કાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અમાનનાં કારણોનો વિચાર, પત્રાંક ૭૧૭, આલેખન-લખવું: ચીતરવું, આવરણ પડદો; વિઘ્ન
આવશ્યક-અવશ્ય કરવો યોગ્ય કાર્યો, નિયમો, સંયમીયોગ્ય ક્રિયાઓ.
આવિર્ભાવ-પ્રગટવું.
આશંકા મોહનીય-પોતાથી ન સમજાય તે; સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે. (ઉપદેશ છાયા)
આશુપ્રજ્ઞ-જેની બુદ્ધિ તરત જ કામ કરે; હાજર- જવાબી. આશ્રમ-વિશ્રામનું સ્થાન; બ્રહ્મચર્ય આદિ જીવન- વિભાગો.
આસક્ત અનુરક્ત; ચોંટેલું; રાગી,
આનંદધન આનંદથી ભરપૂર; શ્રી લાભાનંદજી મુનિનું આસક્તિ-ગાઢ રાગ,
બીજાં નામ છે.
આપ્ત-વિશ્વાસલાયક; (ઉપદેશછાયા) સર્વ પદાર્થોને
જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. પૃષ્ઠ ૭૬૧.
આમ્નાય સંપ્રદાય પરંપરા,
આરત-ગરજ.
આરંભ-કોઈ પણ ક્રિયાની તૈયારી; હિંસાનું કામ. આરાધના-પૂજા, સેવા, સાધના. આરાધ્ય-રાધવા યોગ્ય
આરો-કાલ; ઉત્સર્પિણી-અવસર્પિણીનો વિભાગ, આર્ત્ત પીડિત.
આર્તધ્યાન-કોઈ પણ પર પદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, પત્રાંક ૫૫૧.
આસ્તિત્ર્ય-માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે. પત્રાંક
૧૩૫.
આસવ-જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવવું. આસવભાવના-રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે, તે રોકવા કે ટાળવા યોગ્ય છે એમ ચિંતવવું તે. (ભાવનાબોધ).
ઇતિહાસ-ભૂતકાળનું વૃત્તાંત.
ઇ
ઇષ્ટદેવ-જેની ઉપર આસ્થા બેઠેલી હોય તે દેવ. ઇષ્ટસિદ્ધિ ઇચ્છેલા કાર્યની સિરિ ઇંદ્ર-સ્વર્ગનો અધિપતિ
ઇંદ્રવરણું-દેખીનું જેટલું સુંદર તેટલું જ કડવું એવું એક
ફળ. ઇંદ્રાણી ઇદ્રની સ્ત્રી,
આર્ય-ઉત્તમ (શ્રી જિનેશ્વરને મુમુક્ષુને, તથા આર્ય ઇંદ્રિય-જ્ઞાનનું બાહ્ય સાધનો
દેશમાં રહેનારને સંબોધાય છે.)

Page Navigation
1 ... 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000