Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 964
________________ ૮૯૦ http://www.ShrimadRajchandra.org ભસ્થિતિ દેવ આદિ યોનિમાં ઉત્પત્તિના કાળની મર્યાદા. ભવિતવ્યતા પ્રારબ્ધ નસીબ. ભવ્ય-મોક્ષ પામવાને લાયક, યોગ્ય, ભામિની સ્ત્રી. ભામો-વહેમ; ભ્રમણા. ભાવ-પરિણામ: ગુણ; પદાર્થ, ભાવઆસવ-આત્માના જે ભાવોથી કર્મ આવે છે તે રાગદ્વેષ આદિ ભાવ. ભાવનય-જે નય ભાવને ગ્રહણ કરે. ભાવનિદ્રા-મિથ્યાત્વ: રાગદ્વેષાદિ પરિણામ. ભાવશૂન્ય-ભાવ વગર. ભાવશ્રુત-શ્રવણ વડે જે જ્ઞાન થાય છે તે. ભાષ્ય-વિસ્તારવાળી ટીકા. ભાવસમાધિ-આત્માની સ્વસ્થતા. ભિન્નભાવ-જાદાઈ. ભૂરસી દક્ષિણા-લાંચ; બાંધી રકમની દક્ષિણા. ભેદજ્ઞાન-જડચેતનનું જ્ઞાન. ભ્રમ ભૂરકી-વહેમની ભસ્મ રાખ. ભ્રાંતિ-મિથ્યાજ્ઞાન; અસદારોપ. મ શ્રીમદ્ રાજચંદ્ર મતાર્થી નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આત્મસિદ્ધિ ગાથા ૩૨) મતિજ્ઞાન-ઇન્દ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે. મધ્યમાંવાચા-બહુ ઊંચી નહીં તેમ અતિ ધીમી નહીં: વાણીનો એક પ્રકાર. મધ્યસ્થતા-ઉદાસીનતા; રાગદ્વેષ રહિતપણું. મનન-વિચાર. મહાઆરંભ અતિશય આરંભ-મહાન હિસંક વ્યાપાર આદિ કાર્ય. મહામિથ્યાત્વ-ઘણું અજ્ઞાન, જેના ઉંદયમાં સદુપદેશ પણ ન ગમે. મહાપ્રતિમા-અભિગ્રહવિશેષ મહાવિદેહ-ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવો કાયમ મોક્ષે જઈ શકે. મંત્ર-દેવતા અધિષ્ઠિત અક્ષરવિશેષ; જાપ કરવા યોગ્ય અક્ષર ગુપ્ત વાતચીત. માયા ભતિ: કપટ. માયિક સુખ-સંસારનું સુખ. માર્ગાનુસારી-“તેવા (આત્મજ્ઞાની) પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.” (પત્રાંક ૪૩૧) મિતાડારી પ્રમાણસર જમનાર. મિથ્યાર્દષ્ટિ-જેને આત્માનું ભાન નથી. મિશ્ર ગુણસ્થાન-જે ગુણસ્થાનમાં આત્માની પરિણતિ ન તો સમ્યક્ હોય ન મિથ્યાત્વરૂપ હોય એવી જે ભૂમિકા તે મિશ્ર ગુણસ્થાન, મુક્તિશિલા-સિદ્ધ સ્થાનની નીચે આવેલી ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા. મુનિ-જેને અધિ, મનપર્યવજ્ઞાન હોય તથા કેવળ- જ્ઞાન હોય તે. મુમતિ-મુખ આગળ રાખવાનો કપડાનો કટકો. મુમુક્ષુ મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની અભિલાષા છે તે. મુમુક્ષુતા સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો તે. (પત્રાંક ૨૫૪) મૂર્છાભાવ-પરપદાર્થ પ્રત્યે આસક્તિ. મૂઢદૃષ્ટિ-અજ્ઞાનભાવ; સંસદના વિવેક વગરની માન્યતા. મૃષા-ખોટું; અસત્ય, મેધાવી-બુદ્ધિમાન; પ્રજ્ઞાવાળો, મેષોન્મેષ-આંખનું ઉઘાડવું ને બંધ કરવું. મૈત્રી-સર્વ જગતથી નિર્દેરબુષ્ઠિ. (પત્રક ૫૭) મોક્ષ-આત્માથી કર્મોનું સર્વથા છૂટી જવું તે મોક્ષ. મોક્ષમાર્ગ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ સમ્પર્શનશાન- પારિમાણિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થસૂત્ર) મોક્ષસુખ-અલૌકિક સુખ; આત્માનંદ. જે સુખ મુખેથી કહી શકાતું નથી. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૭૩) મહાવ્રત-સાધુઓનાં વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. મોહ-જે આત્માને ગાંડો બનાવી દે; સ્વ તથા પરનું મહિષ પાડો. ભાન ભુલાવે; પરપદાર્થોમાં એકત્વબુદ્ધિ કરાવે.

Loading...

Page Navigation
1 ... 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000