Book Title: Shrimad Rajchandra Vachanamrut
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 958
________________ ૮૮૪ http://www.ShrimadRajchandra.org ચરમશરીર-છેલ્લું શરીર, જે શરીરથી તે ભવે મોક્ષે જવાય. ચર્મરત્ન ચક્રવર્તીનું એક રત્ન, જેને પાણીમાં પાથ- રવાથી જમીનની પેઠે તેના ઉપર ગમન કરાય છે, ઘરની પેઠે ત્યાં રહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર ચાર આશ્રમ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત. ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ અને મૌક્ષ. ચાર વર્ગ-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, ચાર વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચારિત્ર-અશુભ કાર્યોનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે. ચાર્વાક-નાસ્તિક મત; જે જીવ, પુણ્ય, પાપ, નરક, સ્વર્ગ, મોક્ષ નથી એમ કહે છે; દેખાય તેટલું જ માનનાર. ચિત્ર-જ્ઞાનસ્વરૂપ આત્મા. ચુવા-સુગંધી પદાર્થ, એક જાતની સુખડ. ચૂર્ણિ-મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. (સર્વ વિદ્વાનોના મદને ચૂરે તે ચૂર્ણિ ) ચૈતન્ય જ્ઞાનદર્શનમય જીવ ચૈતન્યઘન-જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર ચોભંગી-ચાર ભેદ, ચોવિહાર-રાત્રે ચાર પ્રકારના આારનો ત્યાગ ૧. ખાદ્ય જેથી પેટ ભરાય જેમ રોટલી આદિ ર. સ્વાધ સ્વાદ લેવા યોગ્ય જેમ એલચી ૩. લેહ્ય-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ૪. પેય-પીવા યોગ્ય જેમ પાણી, દૂધ ઇત્યાદિ. ચોવીસ દંડક-૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિ- વીકાય, ૧ જલકાય, ૧ અગ્નિકાય, ૧ વાયુકાય, ૧ વનસ્પતિકાય, ૨ તિર્યંચ, ૧ બે ક્રિય, ૧ તે ઇંદ્રિય, ૧ ચતુરિંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ અને ૧ વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે. ચૌદપૂર્વ-ઉત્પાદપૂર્વ, આગ્રાયણીયપૂર્વ, વીર્યાનુવાદ- પૂર્વ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપૂર્વ, વિદ્યાનું- વાદપૂર્વ, કલ્યાણવાદ, પ્રાણવાદપૂર્વ, ક્રિયાવિશાલ- પૂર્વ, ત્રિલોકબિંદુસારપૂર્વ, આ ચૌદ કહેવાય છે. ગોમટસાર, જીવકોર્ડ) ચૌદપૂર્વધારી-ચૌદપૂર્વને જાણનાર; શ્રુતકેવળી. શ્રી ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વ જાણનાર હતા. ચ્યવન-દેહનો ત્યાગ. છ છકાય-પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, વાયુકાય તથા ત્રસકાય, એમ છકાયના જીવો છે. છ ખંડ આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ખંડ તથા ૫ લેખંડ છે. છઠ્ઠછઠ્ઠું-બે ઉપવાસ કરી પારણું કરે, ફરી વળી બે ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો. છદ્મસ્થ- આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન પ્રગટ્યું નથી તે. છ પર્યાપ્તિ આહાર, શરીર, ઇંદ્રિય, ભાષા, શ્વાસો- રવાસ અને મન, (વિશેષ માટે જાઓ જીવકાંડ ગોમટસાર) છંદ-છાંદો; મરજી; અભિપ્રાય. છંદાનુ વત્તગ-પોતાની મરજી પ્રમાણે ન ચાલતાં ગુરુની મરજી પ્રમાણે વર્તનાર, જ જધન્યકર્મસ્થિતિ-કર્મની ઓછામાં ઓછી સ્થિતિ, જડતા જડપણું; અજ્ઞાનતા. જંજાળમોહિની-સંસારની ઉપાધિ, જાતિવૃદ્ધતા-જાતિ અપેક્ષાએ મોટાપણું, જિજ્ઞાસા તત્ત્વ જાણવાની ઇચ્છા. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. (આત્મસિદ્ધિ ગાથા ૧૦૮) જિન-રાગદ્વેષને જીતનાર તે જિન. જિનકલ્પ-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિન- કલ્પીનો વ્યવહાર વિધિ; એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ, જિનકલ્પી ઉત્તમ આચાર પાળનાર સાધુ. જિનધર્મ-જિન ભગવાને કહેલો ધર્મ. જિનમુદ્રા-બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને કાઉ- સગ્ગ કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. જિનેન્દ્ર તીર્થકર ભગવાન

Loading...

Page Navigation
1 ... 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000