________________
૭૮૪
૧
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
30
મોરબી, શ્રાવણ વદ ૮, શનિ, ૧૯૫૬
'कम्मदव्वेहिं संमं, संजोगो होई जो उ जीवस्स;
सो बन्धो नायय्यो, तस्स विओगो भवे मुक्खो.'
અર્થ:- કર્મદ્રવ્યની એટલે પુદ્ગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ સંમમ્=સારી રીતે સંબંધ થવો, ખરેખરી રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં.
ર પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય.
૩ વિપાક એટલે અનુભાગ વડે ફળપરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સૌનામહોર, આદિને દૃષ્ટાંત, જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તે ને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી; તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે.
૪ આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે 'ચાર્વાક' કહેવાય.
૫ તેરમે ગુણસ્થાનકે તીર્થકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે.
૬ પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી; પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. ૭ જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તોપણ તેનો સ્વભાવ કડવો છે.
૮ પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બેઃ (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ, કષાય વગર બંધ નથી.
૯ આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે. ‘પ્રમાદ’નો ‘ચારિત્રમોહ'માં અને ‘યોગ’નો ‘નામકર્મ’માં થઈ શકે.
૧૩ શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે.
૧૧ મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે.
૧૨ વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.
૧૩ પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાનું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં.
૧૪ આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય ‘લૌકિક' વચન છે. જો ખાવાનો પીવાનો ઊંઘવા ઇત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઇંદ્રિયાદિક સુખનાં કાર્યો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે.