________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
3
૭૯૧
| હાથનોંધ ૧. પૃષ્ઠ ૨ |
જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધ, મોક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથાપ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવા યોગ્ય શા પ્રકારે છે ?
જીવનું વ્યાપકપણું, સામાન્યવિશેષાત્મકતા, પરિણામીપણું, લોકાલોકજ્ઞાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે ?
એક જ જીવ નામનો પદાર્થ જાદાં જુદાં દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કરવો દુર્ધટ કેમ નથી ?
૪
સહજ
[ શયનોંધ ૧, પૃષ્ઠ 3]
જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે.
તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે.
તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે.
હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે.
તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે.
તેને પોતાની સ્મૃતિ માટે ગર્વ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેનો પક્ષપાત પણ નથી; તેમ છતાં કંઈક બહાર રાખવું પડે છે, તેને માટે ખેદ છે.
તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણું નથી. તે પુરુષ જોકે તીક્ષ્ણ ઉપયોગ-
યોગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે ? તે વિચારતાં, રાગ દ્વેષ ને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે ? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય ?
પ્રત્યક્ષ એવા સદ્ગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જો પ્રત્યક્ષ સદગુરુની અજરી ોય તો શું કરવું ? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું.
પરમ કરુણાર્શીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેકથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગદ્વેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઈ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દૃઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે.
બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતાં એમ તો પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. આવા વિચાર કરવામાં એકતાદિ જે સાધનો જોઈએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઈ હોય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા ત્રુટ્યા વિચારની શ્રેણિ છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ (શરીરાદિ) સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે, ચોક્કસ છે એવી ખાતરી થાય છે. આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે.