________________
૮૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કાય
યોગ
પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે.
મિચ્યાત્વ મુખ્ય મોહ છે.
અવિરતિ ગૌણ મોહ છે.
પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે.
૯
| હાથનોંધ ર, પૃષ્ઠ ૨૫ |
હે મુનિઓ । જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી.
જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, ફીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાદ્ધદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે.
ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય,
એકાંત આત્મવૃત્તિ. એકાંત આત્મા.
કેવળ એક આત્મા.
કેવળ એક આત્મા જ.
કેવળ માત્ર આત્મા.
કેવળ માત્ર આત્મા જ.
આત્મા જ.
શુદ્ધાત્મા જ.
સજાત્મા જ.
૧૦
નિર્વિકલ્પ, શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ.
| હાથનોંધ ૨, પૃષ્ઠ ૨૭ ૩
܀܀܀܀܀
૧૧
૭-૧૨-૫૪૧
૩૧-૧૧-૨૨
હું હાથનોંધ ર, પૃષ્ઠ ૨૯
આમ કાળ વ્યર્તીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમયે આત્મોપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે.
૧.
સંવત ૧૯૫૪, (૧૨) આસો સુદ ૭: ૩૧ મું વર્ષ, ૧૧ મો મહિનો, બાવીસમો દિવસ, (જન્મતિથિ સં. ૧૯૨૪ કાર્તિક સુદ ૧૫ હોવાથી સં. ૧૯૫૪ આસો સુદ ૭ મે ૩૧ મું વર્ષ, ૧૧ માસ અને ૨૨ મો દિવસ આવે છે.)