________________
જીવ અનંત છે.
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ર
પરમાણુ અનંત છે.
જીવ અને પુદ્ગલનો સંયોગ અનાદિ છે.
૮૨૭
જ્યાં સુધી જીવને પુદ્ગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય.
ભાવકર્મનો કર્તા જીવ છે.
ભાવકર્મનું બીજા નામ વિભાવ કહેવાય છે.
ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ ગ્રહે છે.
તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરનો યોગ થાય છે,
ભાવકર્મથી વિમુખ થાય તો નિજભાવપરિણામી થાય,
સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યગ્દર્શન થવાનો મુખ્ય હેતુ જિનવચનથી તત્ત્વાર્થપ્રતીતિ થવી તે છે.
૭
હું કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છે. વ્યવહારર્દષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છે, પરમાર્થથી તો માત્ર તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ?
ભિન્ન, અભિન્ન, ભિન્ના ભિન્ન, એવો અવકાશ સ્વરૂપમાં નથી.
વ્યવહારર્દષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ.
શું હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૭ ]
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૯ ]
- જગત મારા વિષે ભાસ્યમાન હોવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હું સ્વસ્વરૂપે છું, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે બન્ને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે.
કેવળજ્ઞાન.
3
યુદ્ધ
નિર્વિકલ્પ ચૈતન્ય
܀܀܀܀܀
૮
ૐ નમઃ
એક જ્ઞાન.
સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન.
સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન.
તે કેવળજ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ.
નિજસ્વભાવરૂપ છે.
સ્વતત્ત્વભૂત છે.
નિરાવરણ છે.
ભેદ છે.
નિર્વિકલ્પ છે.
સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે.
શું હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૩ 1