________________
૮૨૬
પ્રદેશ
સમય
પરમાણુ-
દ્રવ્ય
ગુણ પર્યાય
જડ
ચેતન
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૪
ૐ નમઃ
܀܀܀܀܀
૫
ૐ નમઃ
મૂળ દ્રવ્ય શાશ્વત.
મૂળ દ્રવ્યઃ- જીવ, અજીવ.
܀܀܀܀܀
પર્યાયઃ- અશાશ્વત.
અનાદિ નિત્ય પર્યાયઃ- મેરુ આદિ.
9
ૐ નમઃ
સર્વ જીવ સુખને ઇચ્છે છે.
| હાથનોંધ ૩. પૃષ્ઠ ૧૧ |
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૩ |
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧૫ |
દુઃખ સર્વને અપ્રિય છે.
દુઃખથી મુક્ત થવા સર્વ જીવ ઇચ્છે છે.
વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવાથી તે દુઃખ મટતું નથી. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ..
અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે. તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ.
સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે.
તે ત્રણની એકતાથી મોક્ષ થાય.
જીવ સ્વાભાવિક છે.
| હાથનોંધ 1, પૃષ્ઠ ૧૬ |
પરમાણુ સ્વાભાવિક છે.