________________
૮૧૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
3
શુદ્ધ ચૈત
અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાનસ્વરૂપ
શક્તિરૂપે
તે
જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર.
અનંત અવકાશ છે.
તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા બે અમૂર્ત દ્રવ્યથી છે,
નમો જિણાણ જિમવાણ જિનતત્ત્વસંક્ષેપ.
જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે.
જીવ અને પરમાણુપુદગલ એ બે દ્રવ્ય સક્રિય છે.
સર્વ દ્રવ્ય દ્રવ્યત્વે શાશ્વત છે.
અનંત જીવ છે.
અનંત અનંત પરમાણુપુદ્ગલ છે.
ધર્માસ્તિકાય એક છે.
અધર્માસ્તિકાય એક છે.
આકાશાસ્તિકાય એક છે,
કાળ દ્રવ્ય છે.
વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે એવો એકેક જીવ છે.
܀܀܀܀܀
૫
નમો જિણાણ જિમવાણ
શું હાથનોંધ ર, પૃષ્ઠ ૭ ]
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૯ ]
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૩ ]
જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્પુરુષને ધન્ય છે.
જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે,
વીતરાગપુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યક્રચારિત્ર ક્યાંથી થાય ? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે.
હૈ મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.