________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૮૧૧
શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ?
વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે.
܀܀܀܀܀
૬૬
પૂર્વકાળે તે ન હોય તો વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તો ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં.
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૪૮ ]
પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે; પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે.
જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે.
જે ભાવ છે તે છે, જે નથી તે નથી.
૬૭
| ગ્રંથનોંધ ૧. પૃષ્ઠ ૧૫૦ |
બે પ્રકારનો પદાર્થસ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ.
ગુણાતિશયતા શું ?
܀܀܀܀܀
૬૮
| હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૨ |
તે કેમ આરાધાય ?
કેવળજ્ઞાનમાં અતિશયતા શું ?
તીર્થકરમાં અતિશયતા શું ? વિશેષ હેતુ શો ?
જો જિનસમ્મત કેવળજ્ઞાન લોકાલોકજ્ઞાયક માનીએ તો તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી
રીતે સંભવે ?
વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શો ?
મંતિ.
શ્રુત,
અધિ.
મન:પર્યવ,
પરમાવધિ,
કેવલ.
܀܀܀܀܀
૬૯
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૪ ]
૭૦
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૫ ]
પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
અનાદિ અનંતકાળનું, અનંત એવા અલોકનું ? ગણિતી અદ્વૈત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમાણુસમૂહ અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય ? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે.
વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે. તે પણ રહસ્ય અનપેક્ષા કરવા યોગ્ય છે.