________________
૮૧૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કેમકે પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય કયો ? પ્રથમ પરમાણુપર્યાય કયો ? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત્ કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવા યોગ્ય રસ્તો દેખાય છે.
કંઈ પણ છે ?
શું છે ?
શા પ્રકારે છે ?
જાણવા યોગ્ય છે ?
܀܀܀܀܀
૭૧
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૬ ]
જાણવાનું ફળ શું છે ?
બંધનો હેતુ શો છે ?
પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ ?
હું હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૫૭ |
જે પ્રકારે માનો તે પ્રકારે બંધ ન ટાળી શકાય એવો સિદ્ધ થાય છે; માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે.
કે
અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ?
અમૂર્તતા જો વસ્તુતા તો કંઈ મહત્ત્વવાન કે તેમ નહીં ?
મુન્ન એવાં પુદ્ગલનો અને અમૂર્ત એવા જીવનો સંયોગ કેમ ઘટે ?
। હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૮ |
ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતાં તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવીવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણામીપણું છે.
ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યોગ્ય છે ?
દ્રવ્ય એટલે શું ? ગુણ પર્યાય વિના તેનું બીજાં શું સ્વરૂપ છે ?
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૯ |
કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તો સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન ઠરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેનો વિચાર બરાબર બંધ બેસતો નથી.
૭૨
જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે.
દેષ્ટ વસ્તુ પરથી અર્દષ્ટનો વિચાર અનુસંધાન કરવો ઘટે,
| હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૨ |
જિનને અભિપ્રાયે આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગો પ્રત્યે વધારે વિચાર કરવો-
૧ અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ.
૨ સંકોચ, વિકાસ થઈ શકે એવો આત્મા માન્યો છે તે સંકોચ, વિકાસ અરૂપીને વિષે હોવા યોગ્ય છે ? તથા કેવા પ્રકારે હોવા યોગ્ય છે ?
૩ નિગોદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે ?