________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથર્નોધ ૧
૮૧૩
૪ સર્વ દ્રવ્યક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે ?
૫ આત્મામાં યોગે વિપરિણામ છે ? સ્વભાવે વિપરિણામ છે ? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે ? સંયોગી સત્તા છે ? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે ?
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૩ ]
કે
૬ હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે ? સ્વસ્વભાવનું ? પુદ્ગલસંયોગનું તેથી વ્યતિરિક્ત ?
૭ જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લોકવ્યાપકપ્રમાણ આત્મા ન થવાનું કારણ શું ?
૮ જ્ઞાન ગુણ અને આત્મા ગુણી એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત્ જ્ઞાનવ્યતિરિક્ત માનવો તે કેવી અપેક્ષાએ ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ ?
૯ મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું થી રીતે સંભવે છે ?
૧૦ શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાનો ભેદ શા કારણે ઘટે છે ?
૧૧
܀܀܀܀܀
૭૩
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૫ ]
જેનાથી માર્ગ પ્રવર્ત્ય છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે.
તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેનો હેતુ શો હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે.
દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે તે વાત વિચારવા યોગ્ય છે.
સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જો જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો
વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે.
દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલો વિરોધ આવે છે.
܀܀܀܀܀
૭૪
[ હાથનોંધ , પૃષ્ઠ 19 –
જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહકાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરોધ જેવું રાખતા હતા.
અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. તે વિરોધનાં કારણો પણ અત્રે લખ્યાં છે. ૧ અનિર્ણયથી-
૨ વિશેષ સંસારીની રીતિ જેવો વ્યવહાર વર્તતો હોવાથી.
૩ બ્રહ્મચર્યનું ધારણ,