________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૮૧૫
દ્રવ્યનું ગુણથી અતિરિક્તપણું શું ? બધા ગુણ મળી એક દ્રવ્ય કે તે વિના બીજું દ્રવ્યનું કંઈ વિશેષ સ્વરૂપ છે ? સર્વ દ્રવ્યનું વસ્તુત્વ, ગુણ બાદ કરી વિચારીએ તો એક છે કે કેમ ? આત્મા ગુણી જ્ઞાન ગુણ એમ કહેવાથી કથંચિત્ આત્માનું જ્ઞાનરહિતપણું ખરું કે નહીં ? જો જ્ઞાનરહિત-આત્મપણું સ્વીકારીએ તો જડ બને ? ચારિત્ર, વીર્યાદિ ગુણ કહીએ તો જ્ઞાનથી તેનું જુદાપણું હોવાથી તે જડ ઠરે તેનું સમાધાન શા પ્રકારે ઘટે છે ? અભવ્યત્વ પારિણામિકભાવે શા માટે ઘટે ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને જીવ દ્રવ્યદૃષ્ટિએ જોઈએ તો એક વસ્તુ ખરી કે નહીં ? દ્રવ્યપણું શું ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશનું સ્વરૂપ વિશેષ શી રીતે પ્રતિપાદન થઈ શકે છે ? લોક અસંખ્યપ્રદેશી અને દ્વીપ સમુદ્ર અસંખ્યાતા તે આદિ વિરોધનું સમાધાન શા પ્રકારે છે ? આત્મામાં પારિણામિકતા ? મુક્તિમાં પણ સર્વ પદાર્થનું પ્રતિભાસવું ? અનાદિ અનંતનું જ્ઞાન કયા પ્રકારે થવા યોગ્ય છે ?
૮૧
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૩ ]
વેદાંત.
આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી ? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે ? યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી.
આત્મા નાના વિના બંધ, મોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, એમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી.
܀܀܀܀܀
૮૨
જૈનમાર્ગ
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૪ ]
૧ લોકસંસ્થાન.
૨ ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય.
૩ અરૂપીપણું.
૪ સુમ દુષમાદિ કાળ
૫ તે તે કાળે ભારતાદિની સ્થિતિ, મનુષ્ય ઊઁચત્વાદિપ્રમાણ.
૬ નિગોદ સૂક્ષ્મ.
૭ ભવ્ય, અભવ્ય નામે બે પ્રકારે જીવ.
૮ વિભાવદશા, પારિણામિક ભાવે.
૯ પ્રદેશ અને સમય તેનું વ્યાવહારિક પારમાર્થિક કંઈ સ્વરૂપ,
૧૦ ગુણસમુદાયથી જાવું કંઈ દ્રવ્યત્વ
૧૧ પ્રદેશસમુદાયનું વસ્તુત્વ.
૧૨ રૂપ, રસ, ગંધ, સ્પર્શથી જાદું એવું કંઈ પણ પરમાણુપણું.
૧૩ પ્રદેશનું સંકોચાવું, વિકાસાવું.
૧૪ તેથી ઘનપણું કે પાતળાપણું.
૧૫ અસ્પર્શગતિ.
૧૬ એક સમય અત્ર અને સિદ્ધક્ષેત્ર હોવાપણું - અથવા તે જ સમયે લોકાંતરગમન.
૧૭ સિદ્ધસંબંધી અવગાહ