________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૮૦૯
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.
ચેતનની ઉત્પત્તિના કંઈ પણ સંયોગો દેખાતા નથી, તેથી ચૈતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાનો કંઈ અનુભવ થતો નથી માટે અવિનાશી છે - નિત્ય અનુભવસ્વરૂપ હોવાથી નિત્ય છે.
સમયે સમયે પરિણામાંતર પ્રાપ્ત થવાથી અનિત્ય છે.
સ્વસ્વરૂપનો ત્યાગ કરવાને અયોગ્ય હોવાથી મૂળ દ્રવ્ય છે.
૬૧
[ હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૨૬ ]
સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે.
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે.
સાંખ્યાદિ દર્શન બંધ મોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે. તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું.
શં૰ જે જિને દ્વૈતનું નિરૂપણ કર્યું છે. આત્માને ખંડ દ્રવ્યવત્ કહ્યો છે, કર્તા ભોક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે એમ કેમ કહી શકાય ? કેવળ અદ્વૈત - અને [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૭ ]
સહજ નિર્વિકલ્પ સમાધિનું કારણ એવો જે વેદાંતાદિ માર્ગ તેનું તે કરતાં અવશ્ય વિશેષ પ્રમાણસિદ્ધપણું સંભવે છે.
૩૦ યદ્યપિ એક વાર તમે કહો છો તેમ ગણીએ, પણ સર્વ દર્શનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મોક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ પ્રતિભાસે છે, તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.
શું એમ જો તમે ધારો છો તો કોઈ રીતે નિર્ણયનો સમય નહીં આવે, કેમકે સર્વ દર્શનમાં જે જે દર્શનને વિષે જેની સ્થિતિ છે તે, તે તે દર્શન માટે અવિકળતા માને છે.
50 યદ્યપિ એમ હોય તો તેથી અવિકળતા ન ઠરે, જેનું પ્રમાણે કરી અવિકળપણું હોય તે જ અવિકળ ઠરે. શં જે પ્રમાણે કરી તમે જિનની શિક્ષાને અવિકળ જાણો છો તે પ્રકારને તમે કહો; અને જે પ્રકારે વેદાંતાદિનું વિકળપણું તમને સંભવે છે, તે પણ કહો.
કર
હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૦]
પ્રત્યક્ષ અનેક પ્રકારનાં દુઃખને તથા દુઃખી પ્રાણીઓને જોઈને, તેમ જ જગતની વિચિત્ર રચના જાણીને તેમ થવાનો હેતુ શો છે ? તથા તે દુઃખનું મૂળ સ્વરૂપ શું છે ? અને તેની નિવૃત્તિ કયા પ્રકારે થઈ શકવા યોગ્ય છે ? તેમ જ જગતની વિચિત્ર રચનાનું અંતર્સ્વરૂપ શું છે, એ આદિ પ્રકારને વિષે વિચારદા ઉત્પન્ન થઈ છે જેને એવા મુમુક્ષુ પુરુષ તેમણે, પૂર્વ પુરુષોએ ઉપર કહ્યા તે વિચારો વિષે જે કંઈ સમાધાન આપ્યું હતું, અથવા માન્યું હતું, તે વિચારના સમાધાન પ્રત્યે પણ યથાશક્તિ આલોચના કરી. તે આલોચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સંબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યો. તેમ જ નાના પ્રકારના રામાનુજાદિ સંપ્રદાયનો વિચાર કર્યો. તથા વેદાંતાદિ દર્શનોનો વિચાર કર્યો. તે આલોચના વિષે અનેક પ્રકારે તે દર્શનના સ્વરૂપનું