________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૮૦૩
વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે.
જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે.
પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઈશ્વર હોવો જોઈએ.
સાંખ્ય ના કહે છે, જિન ના કહે છે,
܀܀܀܀܀
૩૭
હાથનોંધ ૧. પૃષ્ઠ ૭]
શ્રીમાન્ મહાવીરસ્વામી જેવાએ અપ્રસિદ્ધ પદ રાખી ગૃહવાસ વેદ્યો - ગૃહવાસથી નિવૃત્ત થયે પણ સાડાબાર વર્ષ જેવા દીર્ઘ કાળ સુધી મૌન આચર્યું. નિદ્રા તજી વિષમ પરિષહ સહ્યા એનો હેતુ શો ?
અને આ જીવ આમ વર્તે છે. તથા આમ કહે છે તેનો હેતુ શો ?
જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.
જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.
૩૮
સર્વસંગ મહાસવરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે,
હાથનોંધ ૧. પૃષ્ઠ ૮૯ ]
આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી ' જે વાત ચિત્તમાં નહીં, તે કરવી, અને જે ચિત્તમાં છે તેમાં ઉદાસ રહેવું એવો વ્યવહાર શી રીતે થઈ શકે ?
વૈશ્યવેત્રે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.
વેષ અને તે વેષ સંબંધી વ્યવહાર જોઈ લોકદૃષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિગ્રંથભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે એ પણ સત્ય છે; જે માટે એવા બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી, કેમકે પ્રથમ પ્રકારે વર્તતાં નિર્ગુથમાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિથભાવે વસીએ તો પછી તે વ્યવહાર ગમે તેવો થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં.
હાથનોંધ ૧, પૃષ્ઠ 0 ]
તે વ્યવહાર ત્યાડ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યા વિના નિર્ગુથના યથાર્થ રહે નહીં, અને ઉદયરૂપ હોવાથી વ્યવહાર ત્યાગ્યો જતો નથી.
આ સર્વ વિભાવયોગ મટ્યા વિના અમારું ચિત્ત બીજા કોઈ ઉપાયે સંતોષ પામે એમ લાગતું નથી.
તે વિભાવયોગ બે પ્રકારે છેઃ એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયસ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવસ્વરૂપ.
આત્મભાવે વિભાવ સંબંધી યોગ તેની ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. નિત્ય તે વિચારવામાં આવે છે, તે વિભાવપણે વર્તતો આત્મભાવ ઘણો પરિક્ષીણ કર્યો છે, અને હજી પણ તે જ પરિણતિ વર્તે છે.
તે સંપૂર્ણ વિભાવયોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી, અને હાલ