________________
http://www.ShrimadRajchandra.org
અંગત
અભિપ્રાયો
આવી જાય છે. તે ઉપરાંત તેમનું
વયક્રમમાં શ્રીમના કેટલાક શ્રીમદ્ના કેટલાક આત્યંતરપરિણામઅવલોકન (Introspection) લખેલ ત્રણ હાથનોંધ (Memo-Books) પ્રાપ્ત થયેલ તે અત્રે મૂકીએ છીએ. હાથનોંધમાં સ્વાલોચનાથી ઉદ્ભવેલા પૃથક પૃથક્ ઉદ્ગારો સ્વઉપયોગાર્ચે ક્રમરહિત લખેલા છે. આ હાથનોંધમાં બે વિલાયતના બાંધાની છે, અને એક અહીંના બાંધાની છે. પ્રથમની બેમાંથી એકના પૂઠા ઉપર અંગ્રેજી વર્ષ ૧૮૯૦ નું. અને બીજામાં ૧૮૯૬ નું ‘કૅલેન્ડર” છે. અહીંવાળીમાં નથી. વિલાયતવાળી બન્નેનાં કદ ઇંચ છ×૪' છે; અને અહીંવાળીનું કદ ઇંચ ૬. ×૪ છે. ૧૮૯૦ વાળીમાં ૧૦૦, ૧૮૯૬ વાળીમાં ૧૧૬, અને ત્રીજી અહીંવાળીમાં ૬૦ પાનાં (Leaves) છે. આ ત્રણેમાં ઘણું કરી એકે લેખ ક્રમવાર નથી. દૃષ્ટાંત તરીકે, ૧૮૯૦ વાળી હાથનોંધમાં લખવાનો પ્રારંભ બીજા પાના(ત્રીજા પૃષ્ઠ)થી ‘સહજ' એ મથાળા નીચેનો લેખ જોતાં થયો જણાય છે. આ પ્રારંભલેખની શૈલી જોતાં તે અંગ્રેજી વર્ષ ૧૮૯૦ અથવા વિક્રમ સંવત્ ૧૯૪૬ માં લખાયો હોય એમ સંભવે છે. આ પ્રારંભલેખ બીજા પાના-ત્રીજા પૃષ્ઠમાં છે; જ્યારે પ્રારંભલેખ લખતી વેળા પહેલું પૃષ્ઠ મૂકી દીધેલું તે પાછળથી લખ્યું છે. આ જ રીતે ૫૧ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના પોષ માસની મિતિનો લેખ છે. ત્યાર પછી ૬ર મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૩ ના ફાગણ વદ ૧૨ નો લેખ છે અને ૯૭ મા પૃષ્ઠમાં સંવત્ ૧૯૫૧ ના માહ સુદ ૭ નો લેખ છે; જ્યારે ૧૩૦ મા પૃષ્ઠમાં જે લેખ છે તે સંવત ૧૯૪૭ નો સંભવે છે કેમકે તે લેખનો વિષય દર્શન-આલોચનારૂપ છે. જે દર્શન-આલોચના સંવત્ ૧૯૪૭ માં સમ્યગ્દર્શન (જુઓ હાથનોંધ પહેલીનો આંક ૩૧ ઓગણીસમેં ને મુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે’-) થવા પૂર્વે હોવા યોગ્ય છે. વળી ૧૮૯૬ એટલે સંવત્ ૧૯૫૨ વાળી હાથનોંધ લખવી શરૂ કર્યા પછી તેમાં જ લખ્યું એમ પણ નથી કેમકે સંવત્ ૧૯૫૨ વાળી નવી હાથનોંધ છતાં ૧૮૯૦ (૧૯૪૬) વાળી હાથનોંધમાં સંવત્ ૧૯૫૩ ના લેખો છે. સંવત્ ૧૯૫૨ (૧૮૯૬) વાળી હાથનોંધ પૂરી થઈ રહ્યા પછી ત્રીજી અહીંના બાંધાવાળી વાપરી છે એમ પણ નથી, કેમકે ૧૮૯૬ થાળીમાં ૨૭ પાનાં વાપર્યા છે; અને ત્યાર પછી તમામ કોરાં પડ્યાં છે. અને ત્રીજી અહીંના બાંધાવાળીમાં કેટલાક લેખો છે. જેમ સંવત ૧૮૯૬ વાળી મેમોબુકમાં સંવત્ ૧૯૫૪ ના જ લેખ છે, તેમ અહીંના બાંધાવાળીમાં પણ છે. તેવી જ રીતે ૧૮૯૦ વાળીમાં સંવત્ ૧૯૫૩ ના જ લેખ હશે અને ત્યાર પછીના નહીં હોય એમ પણ કહી શકવું શક્ય નથી. તેમ ત્રણે મેમોબુકમાં વચમાં વચમાં ઘણાં પાનાંઓ કેવળ કોરાં પડતર છે; અર્થાત્ એમ અનુમાન થાય છે કે, જ્યારે જે મેમોબુક હાથ આવી, અને ઉઘાડતાં જે પાનું નીકળ્યું તેમાં ક્વચિત-ક્વચિત્ સ્વાલોચના પોતાને જ જાણવાને અર્થે લખી વાળેલ છે. જે અંગત લેખો વયક્રમમાં છે તે, અને આ ત્રણે મેમોબુક-લેખો સ્વાલોચના અર્થે છે; તેટલા માટે અમે આ હાથનોંધોને ‘આભ્યન્તરપરિણામઅવલોકન' એવા મથાળા નીચે અત્રે દાખલ કરી છે. આ આલોચનામાં તેમની દશા, આત્મજાગૃતિ અને આત્મમંદતા, અનુભવ, સ્વવિચાર અર્થે લખેલાં પ્રશ્નોત્તર, અન્ય જીવોના નિર્ણય કરવાના ઉદ્દેશથી લખેલા પ્રશ્નોત્તર, દર્શનોદ્વાર યોજનાઓ આદિ સંબંધ અનેક ઉંગારો છે; જેમાં કેટલીક બાંધી લીધેલી ભાષા(સંજ્ઞા)માં છે.