________________
૭૮૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦ લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે.
૧૧ આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. ૧૨ દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે.
૧૩ “ગુરુ ગણઘર ગુણધર અધિક (સકલ). પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનું નગનતર, વંદો વૃષ
સિરમૌર.”
- સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા-દોહરો ૩
ગણધર ગણ સમુદાયના ધરવાવાળા. ગુણધર=ગુણના ધરવાવાળા. પ્રચુર ઘણા; વૃષ ધર્મ. સિરીર માથાના મુકુટ
૧૪ અવગાઢ=મજબૂત. પરમાવગાઢ-ઉત્કૃષ્ટપણે મજબૂત. અવગાહ-એક પરમાણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા; જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર, દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતાં છતાં શ્રાવક્ર કે સાધુ હોઈ શકે નહીં, ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પરિણામિક ભાવે કહેવાય નહીં. સ્થવિર સ્થિર, જામેલ.
૧૫ સ્થવિરકલ્પ જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો, ચાલવાનો જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ; નિયમ.
૧૬ જિનકલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ.
܀܀܀܀܀
૨૧
મોરબી, અષાડ વદ ૮, ગુરુ, ૧૯૫૬
૧ સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હો. જૈન હોય તે અસત્ય બોલે નહી.
૨ જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધે કર્યો છે, જે હજા સુધી કાયમ છે.
૩ બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. ૪ બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્કૂલ નહોતી.
૫ હિંદુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી.