________________
http://www.ShrimadRajchandra.org
૭૭૮
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫ અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી; પણ તે જરૂર છે.
૧૬ વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય,
૧૭ જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી, તેમાં પણ અપવાદ હોય છે, જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી.
૧૮ જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણોસંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે.
૧૯ બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.
܀܀܀܀܀
૧૮
મોરબી, અષાડ વદ ૫, ભોમ, ૧૯૫૬
૧ ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં.
૨ જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુદ્ગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે; અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા ‘થરમૉમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી ‘થરમૉમિટર' આપે છે. જોકે થરમૉમિટર' તાવની આકૃતિ બનાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે 'પરિણામપ્રતીતિ' છે.
૩ વેદનીય કર્મ
૪ નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાર્દષ્ટિ જીવ કરતાં
સમ્યકૃર્દષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે
૫ તીર્થંકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં ‘ગાઢ’ અથવા ‘અવગાઢ’ સમ્યક્ત્વ હોય છે.
૬ 'ગામ' અથવા 'અવગા' એક જ કહેવાય.
૭ કેવળીને 'પરમાંવગાઢ સમ્યકૃત્વ હોય છે.
૮ ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે.
૯ ક્ષાયિક સમ્યક્ત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યક્ત્વ એકસરખું છે.
૧૦ દેવ, ગુરુ, તત્ત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છેઃ- (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દૃષ્ટાંતે (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. ૧. શ્રોતાની નોંધ- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિન રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું.
૨. એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમા ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી.