________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૭૭૯ ૧૧ શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે.
૧૨ સમ્યકૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ.
܀܀܀܀
૧ અવધિજ્ઞાન અને મન પર્યવજ્ઞાન વચ્ચે તફાવત
૧૯
૨ પરમાવધિજ્ઞાન મનઃપર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદરૂપે છે.
૨૦
રાત્રે
મોરબી, અસાડ વદ ૭, બુધ, ૧૯૫૬
૧ આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે. અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે.
ર જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે.
૩ ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઇત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે.
૪ દશવૈકાલિકમાં પહેલી ગાથા
धम्मो मंगलमुक्किट्ठे अहिंसा संजमो तयोः
देवा वि तं नमंसंति, जस्स धम्मे सया मणो.
એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી.
૫ (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે.
૬ સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો અતિશય છે.
૭ જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૮ અત્યંત લૈશ્યાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્ત્વક ઝાડ નીચે બેસવાથી જણાતી
અસરના દૃષ્ટાંતે.
૯ લબ્ધિ, સિદ્ધિ સાચી છે. અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે, એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી.
૧. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન સંબંધી ‘નંદીસૂત્ર’માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના’માં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થૂળ છે; એટલે મનના સ્થૂળ પર્યાય જાણી શકે; અને બીજું (મનઃપર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બનાવ્યો.