________________
૭૪૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫૪ મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન પર્યવજ્ઞાન છે.
૫૫ મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મન પર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી.
પદ્મ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે, જ્યારે મન પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનઃપર્યવજ્ઞાન છે.
܀܀܀܀܀
૫૭ લોકોમાં ઔધ્વંસત્તાએ એમ માનવામાં આવતું કે "આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે.' ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું; પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ.
૫૮ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ‘નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે' તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે ‘અમને સમ્યકૃત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે,' તે વાત પણ સત્ય છે; કારણ 'નિશ્ચયસમ્યકૃત્વ' છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે; અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ” કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યક્ત્વ છે એમ કહેલું છે.
૫૯ ‘સમયસાર’માં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે' એમ કહેલું છે; અર્થાત્ પોતાને વિષે સમ્યકૃત્વ છે એમ કહ્યું છે.
૬૦ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે.
૬૧ સમ્યકત્વનાં લક્ષણોઃ-
(૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું.
(૨) મોક્ષમાર્ગ તરફ વલણ.
(૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે.
(૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ
(૫) સન્દેવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા,
કર આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ દા
જાદા પ્રકારે, જાદે જાદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી