________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
853
પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે 'વ્યવહારરાશિ.' અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે 'અવ્યવહારરાશિ.'
ત્રણ પ્રકારે સંયત, અસંયત અને સંયત્તાસંયત અથવા સ્ત્રી, પુરુષ ને નપુસંક.
ચાર પ્રકારે ગતિ અપેક્ષાએ.
પાંચ પ્રકારે પ્રિયઅપે ાએ,
છ પ્રકારે પૃથ્વી, અપ, તેજસ્, વાયુ, વનસ્પતિ અને ત્રસ
સાત પ્રકારે કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.)
આઠ પ્રકારેઃ અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂર્ખન, ઉદ્ભિજ અને ઉપપાદ.
નવ પ્રકારે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેંદ્રિય.
દશ પ્રકારે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચદ્રિય,
અગિયાર પ્રકારે સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચદ્રિયમાં જલચર, સ્થલચર, નભઘર, મનુષ્ય, દેવતા, નારક.
બાર પ્રકારે છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત.
તેર પ્રકારે ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિોદનો).
ચૌદ પ્રકારેઃ ગુણસ્થાનકઆશ્રયી, અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંજ્ઞી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત.
એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે.
મોરબી, અષાડ સુદ ૯, શુક્ર, ૧૯૫૬
૧ ‘જાતિસ્મરણજ્ઞાન’ વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશેઃ- જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે, ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડનાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં, આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.
૨ એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં ? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્ફુરાયમાન કેમ ન થાય ? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. ‘જાતિસ્મરણજ્ઞાન' એ મતિજ્ઞાનનો ભેદ છે.
એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જન્મ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી, કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં