________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૭૬૯
(આ) ‘ત્રુટ્યું' શબ્દનો અર્થ “બે ભાગ થવા” એમ કેટલાક કરે છે, પણ તેમ નથી. જેવી રીતે ‘દેવું ત્રુટ્યું' શબ્દ ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું'ના અર્થમાં વપરાય છે, તેવી રીતે ‘આયુષ ત્રુટ્યું’ શબ્દોનો આશય જાણવો.
(ઇ) ‘સોપક્રમ’=શિથિલ, એકદમ ભોગવી લેવાય તે.
(ઈ) નિરુપક્રમ નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે હોય છે.
(ઉ) પ્રદેશોદય-પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે ‘પ્રદેશોદય'. પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય
અંતર્મુહૂર્તમાં કરે છે.
(ઊ) ‘અનપવર્તન’ અને ‘અનુદીરણા' એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે ‘ઉદીરણા’માં આત્માની શક્તિ છે, અને ‘અપવર્તન”માં કર્મની શક્તિ છે.
(એ) આયુષ ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે.
૧૫ અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે.
૧૬ પરિણામની ધારા એ ‘થરમૉમિટર’ સમાન છે.
૧ મોક્ષમાળામાંથીઃ-
܀܀܀܀܀
૭
મોરબી, અષાડ સુદ ૧૦, શનિ, ૧૯૫૬
અસમંજસતા અમળતાપણું, અસ્પષ્ટતા.
વિષમ જેમતેમ
આર્ય-ઉત્તમ. ‘આર્ય’ શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ-પ્રકાર, ભેદ, વિભાગ,
ભયંત્રાણ-મયથી તારનાર, શરણ આપનાર,
૨ હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા.
૧ સરસ્વતી-જિનવાણીની ધારા.
܀܀܀܀܀
૮
મોરબી, અષાડ સુદ ૧૧, રવિ, ૧૯૫૬
૨ (૧) બાંધનાર, (ર) બાંધવાના હેતુ, (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેને કહ્યું છે,
܀܀܀܀܀
૯
મોરબી, અષાડ સુદ ૧૨, સોમ, ૧૯૫૬
૧ શ્રી યશોવિજયજીએ 'યોગદૃષ્ટિ' ગ્રંથમાં છઠ્ઠી 'કાંતાદૃષ્ટિ'ને વિષે બતાવ્યું છે કે વીતરાગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે, પાંચમી ‘સ્થિરાર્દષ્ટિ'માં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી પરાર્દષ્ટિ'માં બનાવ્યું છે કે “પરમાવાઢ સમ્યકત્વ' સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય.
૨ ‘પાતંજલયોગ’ના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. ૩ હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે; અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે.