________________
૭૫૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અથવા મોક્ષમાર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે.
܀܀܀܀܀
૧૫૮ સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્રો, સત્પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે. તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્છિત કરવો એ જ જરૂરનું છે.
૧૫૯ વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝવું નહીં.
૧૬૦ ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે, પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવારનો નિષેધ કરવો નહીં; કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ.
૧૬૧ અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ.’
૧૬૨ જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવામાત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યકત્વ નથી. તીર્થકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી જ સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યક્ત્વ હોય એમ નથી.
૧૬૩ વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યક્ત્વ નહીં. સમ્યક્ત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે.
૧૬૪ દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ.
܀܀܀܀܀
૧૬૫ કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દેશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં, પરમાવધિવાળાને દશ્ય થવા સંભવે છે, અને મન પર્યવજ્ઞાનીને અમુક દેશ દેશ્ય થવા સંભવે છે.
૧૬૬ પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે.
૧૬૭ યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે.
૧૬૮ યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુંજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી દાય કરી શકાય છે.
܀܀܀܀܀