________________
ઙઙટ
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લોકાલોકપ્રમાણ, લોકને જાણનાર છતાં લોકથી ભિન્ન છે.
જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે.
આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે.
આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્ગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહમાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. “વીરા મારા ગજ થકી ઊતરો." એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કÉગોચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મોડવા તૈયાર થતાં કૈવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે.
(દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં)
શ્રી 'ગોમ્મટસાર' લઈ તેનો સ્વાધ્યાય કર્યો.
શ્રી "પાંડવપુરાણ'માંનો પ્રદ્યુમ્ન અધિકાર વર્ણવ્યો. પ્રદ્યુમ્નનો વૈરાગ્ય ગાયો, વસુદેવે પૂર્વભવમાં સુરૂપસંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી.
ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપસંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણા વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યામોહ પામી પાછળ ફરવા લાગી. નિયાણાનો દોષ વસુદેવને પ્રત્યક્ષ થયો. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું.
“મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ' એવી ઇચ્છાને નિયાણું, નિદાન દોષ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે.
૧૩
મુંબઈ, કા. વદ ૯, ૧૯૫૬
‘અવગાહના’ એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્ત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેનો અર્થ બીજા શબ્દોથી વ્યકત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યકત ન કરી શકાય.
અવગાહના એવો શબ્દ છે. ઘણા બોધે, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના કડી છે.
܀܀܀܀܀
૧૪
મુંબઈ, કાર્તિક વદ ૯, ૧૯૫૬
જે બહુ ભોગવાય છે.
છે તે બહુ
ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભોગવતાં તે નિર્જરે છે; ક્ષીણ થાય છે. શારીરિક
વિષય ભોગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે.
જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીધો છે, પણ તે પામવો વિકટ
છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા
રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે. દુર્લમ છે.
ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે 'જા, નીચે નીચે