________________
૭૩૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
અસદ્ગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ સત્પુરુષની સમીપ આવવાનાં સત્તાધન છે. સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે.
કે
કુંઢિયાપણું કે નપાપણું કર્યા કરો તેથી સમકિત થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તો સમકિત થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ તે. ઘાનીકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે.
નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાત્તાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્યે છૂટકો
ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યાં હોય તે ભોગવ્યે છૂટકો, હૃદય આવ્યે ભોગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભોગવવાં પડે છે.
થાય.
છે.
જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન
સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તો મડદું છે ને ઇંદ્રિયો ગોખલા જેવી
મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ ? એવા વિકલ્પનું શું કામ છે ? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં ? આપણે તો એનું કામ છે, એના આશ્રયે તરવાનો ઉપાય કરવો એ જ શ્રેયસ્કર છે. કલ્પના કરી કરી શું કરવું છે ? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતો આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં.
જીવ બૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે છે કે 'કેમ પડ્યો ?' એ આદિ પંચાત કરે ત્યાં તો એ જીવ બૂડી જાય, પૂરો થાય. પણ જ્ઞાની તો તારનાર હોવાથી તે બીજી પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે,
જગતની ભાંજગડ કરતાં કરતાં જીવ અનાદિકાળથી રખડ્યો છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તો આટલું બધું દુઃખ છે તો પછી જગતની, ચક્રવર્તીની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે ? અનાદિકાળથી એથી હારી જઈ મરી રહ્યો છે.
જાણપણું શું ? પરમાર્થના કામમાં આવે તે જાણપણું. સમ્યગ્દર્શન સહિત જાણપણું હોય તે સમ્યકજ્ઞાન. નવપૂર્વ તો અભવી પણ જાણે. પણ સમ્યક્દર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે.
સમ્યકત્વ હોય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તોપણ મોક્ષના કામમાં આવે, મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.
મેરુ આદિનું વર્ણન જાણી તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુનો કંટ્રાક્ટ ના લેવો હોય ? જાણવાનું તો મમતા મૂકવા માટે છે.
ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તો તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દૃઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ તરવાનો કામી કહેવાય.