________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
933
કરે તો રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્ય પાળે ને દવા કરે નહીં, તો રોગ કેમ મટે ? ન મટે. તો આ તો રોગે કાંઈ, ને દવાય કાંઈ ! શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો માંડ્ડીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય, તપ, સંયમાદિ માટે સત્પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે.
જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લેવો. આ કહેવું તો કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દુધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યાણનો રસ્તો નહીં. લોક કહે છે કે સાધુ છે; પણ આત્મદશા સાથે તે સાધુ.
નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયો, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઈએ.
તૃષ્ણા કેમ ઘટે ? લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દે તો. ‘ઘર-કુટુંબ આદિને મારે શું કરવું છે ? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તો મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે,’ એમ વિચારે તો તૃષ્ણા ઘટે, મોળી પડે.
તપનું અભિમાન કેમ ઘટે ? ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે ?” એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મોળું પડશે.
જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊંઘડી જાય; કેટલાંય તાળાં ઊંઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પાણા માર્યે તો તાળું ભાંગી જાય.
'કલ્યાણ શું હશે ?' એવો જીવને ભામો છે. તે કાંઈ હાથી-ઘોડો નથી, જીવને આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તો તો સુગમ છે. જીવની ભ્રાંતિઓ દૂર કરવા માટે જગતનું વર્ણન બતાવ્યું છે. જો જીવ હમેશના અંધમાર્ગથી થાકે તો માર્ગમાં આવે.
જ્ઞાની પરમાર્થ, સમ્યકૃત્વ હોય તે જ કહે, 'કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય.' ત્યારે લોક કહે છે કે, “એવું તો અમારા ગુરુઓય કહે છે; ત્યારે જાદું શું બનાવો છો ?' આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટાડવા ઇચ્છા નથી,
આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માને ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્વિચારોરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કૂંચીઓ હજારો તાળાને લાગે છે.
જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટ્ય કલ્યાણ થાય; પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે ભ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં.
કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તો માર્ગ તો જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘો ગયો છે તે પાછો ફરે ત્યારે ગામ આવે, સત્પુરુષનાં વચનોનું આસ્થાસહિત શ્રવણમનન કરે તો સમ્યકૃત્વ આવે. તે આવ્યા પછી વ્રતપચ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યક્ત્વ છે. જેને ખરાખોટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે તેને સમ્યકૃત્વ પ્રાપ્ત થાય.