________________
૭૩૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
હોય તો તો દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતો નથી; કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યે તો રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાઓ છો ? દેહ તો તમારી પાસે છે તો અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવો છે; સાચવ્યો સચવાય નહીં, રાખ્યો રખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો તેની મમતા કરી કરવું શું ? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂર્છા કર્યા જેવું નથી.
જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકૃત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી; આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ મટે ત્યારે સાચ આવ્યું સમજાય, દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહીં.
ન
લોક કહે છે કે સમકિત છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે; પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે ? કાંઈ આત્મા ગામ ગયો નથી, અર્થાત્ સમકિત થયું છે તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમકિત આવ્યું, ભ્રાંતિ મટ્યું, તેનું ફળ પોતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ. આત્મામાંથી, માંહીથી કર્મ જઉં જઉં થયાં હોય તેની પોતાને ખબર કેમ ન પડે ? અર્થાત્ ખબર પડે જ. સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સોનાની હીરાકંઠી માને તેની પેઠે.
સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. દેહને વિષે રોગ આવ્યે જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાર્દષ્ટિ જાણવા.
જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વીશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સૈવી બહુ જ રખડે છે, જો શાસ્ત્રનું ફળ ।
આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી; માટે સમકિત આવતું નથી. સત્પુરુષના સંગથી જોગ્ય જીવ હોય તો સમ્યક્ત્વ થાય.
સમકિત ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જાદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યક્ત્વ થાય. રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય