________________
ઙઙઙ
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે.
શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ?
܀܀܀܀
૧૦
મોરબી, ચૈત્ર વદ ૦)), ૧૯૫૫
આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર અમદાવાદમાં મેળાપ થતાં તેમને પૂછ્યું:"
પૂ. ભાઈ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીતિ, પરમાર્થ, પરોપકાર, ન્યાય, નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે ?
(મહીપતરામે ઉત્તર આપ્યો) મ૦ ઉo- હા.
- ભાઈ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો નિષેધ કરે છે ?
મ૰ ઉ- હા.
પ્ર- દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્વ્યસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી ?
મ ઉ- બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી,
પ- ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્વ્યસનના, ઉદ્યમ આદિથી થાય ? મ૰ ઉ- હા.
પૂરૂં ત્યારે જૈનધર્મ” દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો ?
મ૰ ઉ- ભાઈ, હું કબૂલ કરું છું કે ‘જૈનધર્મ’ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબૂલ કર્યું. સત્યશોધનમાં સરળતાની જરૂર છે. સત્યનો મર્મ લેવા વિવેકપૂર્વક મર્મમાં ઊતરવું જોઈએ.
܀܀܀܀܀
૧૧
મોરબી, વૈશાખ સુદ ૨, ૧૯૫૫
શ્રી આત્મારામજી સરલ હતા. કંઈ ધર્મદાઝ હતી. ખંડનમંડનમાં ન ઊતર્યા હોત તો સારો ઉપકાર કરી શકત. તેમના શિષ્યસમુદાયમાં કંઈક સરલતા રહી છે. કોઈ કોઈ સંન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે. શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈએ.
‘જ્યોતિષ’ને કલ્પિત ગણી અમે ત્યાગી દીધું. લોકોમાં આત્માર્થતા બહુ ઓછી થઈ ગઈ છે; નહીંવત્ રહી છે, સ્વાર્થહેતુએ એ અંગે લોકોએ અમને પજવી મારવા માંડ્યા. આત્માર્થ સરે નહીં એવા એ જ્યોતિષના વિષયને કલ્પિત (સાર્થક નહીં ગી અમે ગૌણ કરી દીધો, ગોપવી દીધો.
ગઈ રાત્રે શ્રી આનંદઘનજીનું શ્રી મલ્લિનાથનું સન્દેવતત્ત્વ નિરૂપણ કરતું સ્તવન ચર્ચાતું હતું તે વખતે વચમાં તમે પ્રશ્ન કર્યો તે અંગે અમે સકારણ મૌન રહ્યા હતા. તમારો પ્રશ્ન સંગત અને