________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ નોંધ
દેવ કોણ ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ ? વીતરાગતા સૂચવે તે.
૬૭૧
'સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને, વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ કર્યું છે. દ્રવ્યનું સ્વરૂપ બતાવનાર ચાર લોક અદ્ભુત છે. એને માટે આ ગ્રંથની રાહ જોતા હતા. ગઈ સાલ જેઠ માસમાં મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિકસ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા, અડોલ વૃત્તિથી ઊભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય દિગંબરવૃત્તિ યાદ આવતી હતી. નમસ્કાર તે સ્વામી કાર્તિકયાદિને
܀܀܀܀܀
૨૩
મોરબી, શ્રાવણ વદ ૮, ૧૯૫૬
“હ્રદર્શનસમુચ્ચય” ને ‘યોગદૃષ્ટિસમુચ્ચય'નાં
ને‘યોગદૃષ્ટિસમુચ્ચય'નાં ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. 'પ્રદર્શનસમુચ્ચય'નું ભાષાંતર થયેલ છે પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો, આનંદઘનજી ચોવીશીના અર્થ પણ વિવેચન સાથે લખશો.
नमो
दुर्वाररागादिवैरिवारनिवारिणे,
अर्हते योगिनाथाय महावीराय तायिने.
શ્રી હેમચંદ્રાચાર્ય 'યોગશાસ્ત્ર'ની રચના કરતાં મંગલાચરણમાં વીતરાગ સર્વજ્ઞ અરિહંત યોગીનાથ મહાવીરને સ્મૃતિરૂપે નમસ્કાર કરે છે.
'વાર્યા વારી ન શકાય, વારવા બહુ બહુ મુશ્કેલ એવા રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા; જે વીતરાગ સર્વજ્ઞ થયા; વીતરાગ સર્વજ્ઞ થતાં જે અર્હત્ પૂજવા યોગ્ય થયા; અને વીતરાગ અર્હત્ થતાં મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું એવા જાદા જાદા યોગીઓના જે નાથ થયા; નેતા થયા; અને એમ નાથ થતાં જે જગતના નાથ, તાત, ત્રાતા થયા; એવા જે મહાવીર તેને નમસ્કાર હો.' અહીં સહેવના અપાયઅપગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવ્યા, આ મંગલ સ્તુતિમાં સમગ્ર ‘યોગશાસ્ત્ર'નો સાર સમાવી દીધો છે. સદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુસ્વરૂપ, તત્ત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગમેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે. ઉપદેશ્યો છે.
૨૪
વઢવાણ કૅમ્પ, ભાદ્રપદ વદ, ૧૯૫૬
‘મોક્ષમાળા’ના પાઠ અમે માપી માપીને લખ્યા છે. ફરી આવૃત્તિ અંગે સુખ ઊપજે તેમ પ્રવર્તો. કેટલાંક વાક્ય નીચે લીટી દોરી છે તેમ કરવા જરૂર નથી. શ્રોતા વાંચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પોતાની મેળે અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો.
૧‘પ્રજ્ઞાવબોધ’ ભાગ ‘મોક્ષમાળા’ના ૧૦૮ મણકા અત્રે લખાવશું.
પરમ સશ્રુતના પ્રચારરૂપ એક યોજના ધારી છે. તે પ્રચાર થઈ પરમાર્થમાર્ગ પ્રકાશ પામે તેમ થશે.
૧. જુઓ પત્રાંક ૯૪૬.