________________
http://www.ShrimadRajchandra.org
તે તે વૃત્તિનો નિરોધ કરે તે ‘સંવર’ છે.
ઉપદેશ છાયા
૬૯૭
અનંત વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે છે, અને અનંત પ્રકારે જીવને બંધન કરે છે. બાળજીવોને આ સમજાય નહીં તેથી જ્ઞાનીઓએ તેના સ્થૂલ ભેદો સમજણ પડે તે રીતે કહ્યા છે.
વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી ફરી ફરી સ્ફુરે છે. દરેક પદાર્થને વિષે સ્કુરાયમાન થતી બાહ્યવૃત્તિઓને અટકાવવી; અને તે વૃત્તિ-પરિણામ અંતર્મુખ કરવાં.
અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળ્યે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો.
પરમાર્થની વાત એકની એક એક સો વખત પૂછો તોપણ જ્ઞાનીને કંટાળો આવે નહીં; પણ અનુકંપા રહે કે આ બિચારા જીવને આ વાત વિચારે કરી આત્મામાં સ્થિર થાય તો સારું.
ક્ષયોપશમ પ્રમાણે શ્રવણ થાય છે.
સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ આવે ત્યારે છાનું ના રહે. વૈરાગ્ય પામવો હોય તો કર્મને નિંદવાં. કર્મને પ્રધાન ન કરવાં પણ આત્માને માથે રાખવો-પ્રધાન કરવો.
સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો.
બાહ્યક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહીં. બાહ્યક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે.
બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું એમ જીવ ધારે પણ તેમ બને નહીં; કેમકે જેમ એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે એક તણખલાથી બીએ નહીં, તેમ મિથ્યાત્વરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુબંધી કષાયે અનંતાં ચારિત્ર ખાઈ ગયો તે તણખલારૂપી બાહ્યવતથી કેમ ફરે ? પણ જેમ પાડાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વરૂપી પાડાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય; અર્થાત્ આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે.
અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે ! સમ્યક્દૃષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યક્ત્વ આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય.
મિથ્યાર્દષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાર્દષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિદે છે. કર્મો કરવાનાં કારણોથી પાછો ફેંકે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજ ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વધારે છે, અને સંસારના હેતુ થાય છે,
જૈનશાસ્ત્રોમાં કહ્યું છે કે લબ્ધિઓ ઊપજે છે. જૈન ને વૈદ જન્મથી જ લડતાં આવે છે પણ આ વાત તો બન્ને જણા કબૂલ કરે છે; માટે સંભવિત છે. આત્મા સાક્ષી પૂરે છે, ત્યારે આત્મામાં ઉલ્લાસ પરિણામ આવે છે.
હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થંકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેન્દ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દેઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. આ કારણે ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન કર્યાં છે તેણે અજ્ઞાનથી, સ્વચ્છંદી,