________________
૭૧૨
પ્રઃ- મોક્ષ એટલે શું ?
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઉo:- આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે ‘મોક્ષ’. યથાતથ્ય જ્ઞાન પ્રગટ્યું મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભુલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દેઢ કરે તો ન્યૂનતા મટે, જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પુરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. સત્પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્યું મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે, સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.
વેદાંતશાસ્ત્રો વર્તમાનમાં સ્વચ્છંદથી વાંચવામાં આવે છે; ને તેથી શુષ્કપણા જેવું થઈ જાય છે. ષગ્દર્શનમાં ઝઘડો નથી; પણ આત્માને કેવળ મુક્તદૃષ્ટિએ જોતાં તીર્થંકરે લાંબો વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી જે જે વક્તા(સત્પુરુષો)એ કહ્યું તે યથાર્થ છે એમ જણાશે,
આત્માને ક્યારેય પણ વિકાર ન ઊપજે, તથા રાગદ્વેષપરિણામ ન થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. ષદર્શનવાળાએ જે વિચાર કર્યા છે તેથી આત્માનું તેમને ભાન થાય છે, પણ તારતમ્યપણામાં ફેર પડે. મૂળમાં ભૂલ નથી. પણ ષગ્દર્શન પોતાની સમજણે બેસાડે તો કોઈ વાર બેસે નહીં. તે બેસવું સત્પુરુષના આશ્રયે થાય. જેણે આત્મા અસંગ, અક્રિય વિચાર્યો હોય તેને ભ્રાંતિ હોય નહીં, સંશયે હોય નહીં, આત્માના હોવાપણા સંબંધમાં પ્રશ્ન રહે નહીં.
પ્ર” સમ્યકત્વ કેમ જણાય ?
ઉં- માંહીથી દશા કરે ત્યારે સમ્યકૃત્વની ખબર એની મેળે પોતાને પડે. સદૈવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરુ કોણ કહેવાય ? મિથ્યાત્વગ્રંથિ જેની છેદાઈ છે તે. સદ્ગુરુ એટલે નિગ્રંથ. સધર્મ એટલે જ્ઞાનીપુરુષોએ બોધેલો ધર્મ. આ ત્રણે તત્ત્વ યથાર્થ રીતે જાણે ત્યારે સમ્યક્ત્વ થયું ગણાય.
અજ્ઞાન ટાળવા માટે કારણો, સાધનો બતાવ્યાં છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય.
પરમવૈદ્યરૂપી સદ્ગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય; પણ તે દવા અંતરમાં ન ઉતારે, તો તેનો કોઈ કાળે રોગ જાય નહીં, જીવ ખરેખરું સાધન કરતો નથી, જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખે તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યક્ત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણોરૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યક્ત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતરૃપરિણામ કરે, તો સમ્યકૃત્વનો માર્ગ આવે. ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્યે ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી.
બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ ને પાણી જાદાં છે તેમ સત્પુરુષના આશ્રર્યે, પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય, અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધ ને પાણી જાદાં થાય તેમ દેહ અને આત્મા જાદા લાગે ત્યારે પરમાત્માપણું