________________
५८०
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આત્માનું અખંડ સ્વપરજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્મા સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું.
આવા જે ગુણવાળા તેને તે ગુણની પ્રાપ્તિ અર્થે વંદું છું; એમ કહી પરમ આપ્ત, મોક્ષમાર્ગ અર્થે વિશ્વાસ કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, જેની આજ્ઞાએ ચાલવાથી નિઃસંશય મોક્ષ પ્રાપ્ત થાય, તેમને પ્રગટેલ ગુણોની પ્રાપ્તિ થાય, તે ગુણો પ્રગટે, એવા કોણ હોય તે સૂચવ્યું. ઉપર જણાવેલ ગુણવાળા મુક્ત પરમ આપ્ત, વંદન યોગ્ય હોય, તેમણે બતાવેલ તે મોક્ષમાર્ગ, અને તેમની ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ હોય, તેમને પ્રગટ થયેલા ગુણો તેમની આજ્ઞાએ ચાલનાર ભક્તિમાનને પ્રગટે એમ સૂચવ્યું.
પ્ર- આત્મા છે ?
૩૮૧
શ્રી ખેડા, દ્વિ આ૦ વદ, ૧૯૫૪
શ્રી ઉત્તમ ા. આત્મા છે.
પ્રઃ- અનુભવથી કહો છો કે આત્મા છે ?
ઉ- હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર
છે, તેમ જ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ.
પ્રશ્ન- જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું.
ઉં- જીવો અનેક છે.
પ્ર- જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ?
ઉ- જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી.
પ્ર- પુનર્જન્મ છે ?
ઉ- હા, પુનર્જન્મ છે.
પ્ર- વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો ?
60- all.
પ્ર- દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલ છે ? છંદ- દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે.
܀܀
૩૯
મોરબી, મહા વદ ૯, સોમ, ૧૯૫૫ (રાત્રે)
કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે.
ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે.
આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (ર) દર્શનાવરણીય એવું નામ આપ્યું, અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગ-ઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિઘ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી.
આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્છિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં
૧. શ્રી ખેડાના એક વેદાંતવિદ્ વિદ્વાન વકીલ પંચદશીના લેખક ભટ્ટ પૂંજાભાઈ સોમેશ્વરનો પ્રસંગ છે.