________________
કર
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા.
તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે. ભાઈ, આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આધાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતનાં વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા.
૪. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે.
તે પુરુષ સત્પુરુષનો બૌધ સાંભળી ઇંદ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેનો ત્યાગમાં સ્વાદ નથી ઇત્યાદિક વચનો સાંભળતાં મા ઉદાસ થાય છે. વિચારે કે આ અનુકૂળ ભોગથી આ જીવ બહુ વખત ભૂલ્યો છે. જેમ તેનાં વચન સાંભળે છે તેમ તેમ મહા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે. માર્ટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષો સંતનો બોધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચોથા પ્રકારના જીવ કહ્યા.