________________
૬૯૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં કે તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હોય, અને રાત્રિભોજનથી જ અથવા ફલાણાથી જ મોક્ષ થાય, અથવા આમાં જ મોક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હોય તો તેવો દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાનીપુરુષો કહે કે, ‘મૂકી દે; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાનીપુરુષોની આજ્ઞાએ તેમ કર.' અને તેમ કરે તો કલ્યાણ થાય. અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવને મોક્ષ થયો નહીં !
છે.
આ કાળમાં આરાધકપણાનાં કારણોં ઘટનાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણો વર્ધમાનતા પામતાં જાય
કેશીસ્વામી મોટા હતા. અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યાં હતાં, કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, ‘હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.' વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં.
કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાનીપુરુષનો સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, ‘મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, અથવા બીજાં ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.' જ્ઞાની કહે છે ‘ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.'
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું ‘મને જ્ઞાન ઊપજ્યું છે.' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું ‘ના, ના. એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.' ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તોપણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ ! સદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં ?' ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે "અસદ્ભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં. ત્યારે આનંદશ્રાવકે કહ્યુંઃ 'મહારાજ ! હું મિચ્છા મિ દુક્કડં લેવાને યોગ્ય નથી.' એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાધાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીકત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ ! હા, આનંદ દેખે છે એમ જ છે, અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહત્’ કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીમાં મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે ‘મહારાજ ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં; તો તે વાત કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા ।
હું
‘સાસ્વાદનસમકિત’ એટલે વી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તોપણ મિથ્યાત્વ અને સમકિતની કિંમત તેને જાદી ને જાદી લાગે. જેમ છાશમાંથી માખણ વલોવી કાઢી લીધું, ને પછી પાછું છાશમાં નાખ્યું. માખણ ને છાશ પ્રથમ જેવાં એકમેક