________________
૬૭૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘાં પડે છે. ભાવતાં નથી; અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટવેદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે.
વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરોગ ટાળે છે, (ર) સમ્યજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યકચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
39
સં. ૧૯૫૪
સર્વ વાસનાનો ય કરે તે સંન્યાસી. ઇન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાંઈ. સંસારનો પાર પામે તે યતિ (જતિ).
સમકિતીને આઠ મદમાંનો એક્કે મદ ન હોય.
(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમકિત ન થાય. આમ શ્રી ‘ઠાણાંગસૂત્ર’માં કહ્યું છે.
મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો.
ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જો, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.
નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી,) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રૂર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિસુખ થાય,
પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો કે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે.
કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું:-
(૧) સાત વ્યસનનો ત્યાગ
(ર) લીલોતરીનો "
(૩) કંદમૂળનો ’
(૪) અભક્ષ્યનો “ (૫) રાત્રિભોજનનો “
૧. આંક ૨૬૪ ના વીશ દોહરા.
(૬) 'સર્વજ્ઞદેવ' અને 'પરમગુરુ'ની પાંચ પાંચ
માળાનો જપ.
(૭) ભક્તિરહસ્ય દુહાનું પઠન મનન.
(૮) ક્ષમાપનાનો પાઠ,
(૯) સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન.
ર. મોક્ષમાળા શિક્ષાપાઠ પણ