________________
૬૭૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૩૧
આસ્થા તથા શ્રદ્ધા:-
દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી.
સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંધાય છે; જેને લઈને જીવને અસંખ્યાતા ભવ ભ્રમણ કરવા પડે છે.
ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહન પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઘે પણ મજબૂત કરવી, જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની મતિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની પતિનો મુકાબલો ક્યાંથી કરી શકે ? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.
અધિકારી નહીં છતાં પણ ઊંચા જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે છે તે માત્ર આ જીવે પોતાને જ્ઞાની તથા ડાહ્યો માની લીધેલો હોવાથી તેનું માન ગાળવાના હેતુથી અને નીચેના સ્થાનકેથી વાતો કહેવામાં આવે છે તે માત્ર તેવો પ્રસંગ પ્રાપ્ત થયે નીચે ને નીચે જ રહે.
܀܀܀܀܀
जे अबुद्धा महाभागा
૩૨
वीरा
મુંબઈ, આશ્વિન, ૧૯૪૯
असमत्तदंसिणो ।
असुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ||२२||
जे
य बुद्धा महाभागा वीरा सुद्धं तेर्सि परक्कतं अफलं होड़
सम्मत्तदंसिणो ।
सव्वसो ||२३||
શ્રી સૂયગડાંગ, સૂત્ર, વીર્યાધ્યયન ૮ મું ૨૨-૨૩
ઉપર જ્યાં ‘સફળ” છે ત્યાં “અફળ' ઠીક લાગે છે, અને અફળ' છે ત્યાં ‘સફળ” ઠીક લાગે છે, માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે ? તેનું સમાધાન કેઃ લખિત દોષ નથી; સફળ છે ત્યાં સફળ અને અફળ છે ત્યાં અફળ બને બરાબર છે.
મિથ્યાર્દષ્ટિની ક્રિયા સફળ છે, ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે; સમ્યક્દૃષ્ટિની ક્રિયા અફળ છે. ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે. એકની, મિથ્યાર્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક સફળપણું અને બીજાની, સમ્યકૃર્દષ્ટિની ક્રિયાનું સંસારહેતુક અફળપણું એમ પરમાર્થ સમજવા યોગ્ય છે.
܀܀܀܀܀
33
નિત્યનિયમ
ૐ શ્રીમત્પરમગુરુભ્યો નમઃ
વૈશાખ, ૧૯૫૦
સવારમાં ઊઠી ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય,
૧. આ જે નિત્યનિયમ જણાવેલ છે તે ‘શ્રીમદ્’ના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈએ યોજેલ છે.