________________
૬૫૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
યોગ્ય છે.
મનન અને નિદિધ્યાસન કરતાં આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મવૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો
૯૨૭
શાંતિ
વાણિયા, વૈશાખ વદ ૦)), ૧૯૫૬
પત્ર સંપ્રાપ્ત થયું.
યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે, સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાર્ય અશાતા જ વૈદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે, શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.
“હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.
૯૨૮
વવાણિયા, જ્યેષ્ઠ સુદ ૧૧, ૧૯૫૬
આર્ય ત્રિભુવને અલ્પસમયમાં શાંતવૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યુ.
જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્રિંશદાદિકનાં સ્થાન છે. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ ક્યાંએક ઇષ્ટ ભોગભ્રાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે.
܀܀܀܀܀
૯૨૯
શનિ
વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૯૫૬
પરમ કૃપાળુ મુનિવરોને રોમાંચિત ભક્તિથી નમસ્કાર હો !
પત્ર સંપ્રાપ્ત થયું.
ચાતુર્માસ સંબંધી મુનિઓને ક્યાંથી વિકલ્પ હોય ?
નિગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે તે છેડાનો સંબંધ નથી.
''
નિગ્રંથ મહાત્માઓનું દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે.
તથારૂપ મહાત્માના એક આર્ય વચનનું સમ્યક પ્રકારે અવધારણ થવાથી યાવત મોક્ષ થાય એમ શ્રીમાન
તીર્થંકરે કહ્યું છે તે યથાર્થ છે. આ જીવમાં તથારૂપ યોગ્યતા જોઈએ.
પરમ કૃપાળુ મુનિવરોને ફરી નમસ્કાર કરીએ છીએ.
܀܀܀܀܀
૯૩૦
પત્ર અને 'સમયસાર'ની પ્રત સંપ્રાપ્ત થઈ.
શાંતિ:
વવાણિયા, જયેષ્ઠ સુદ ૧૩, સોમ, ૧૯૫૬