________________
http://www.ShrimadRajchandra.org
૯૫૬
ઉપદેશ નોંધ
(પ્રાસંગિક)
૧
મુંબઈ, કારતક સુદ, ૧૯૫૦
શ્રી ‘ષટ્કર્શન સમુચ્ચય’ ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઇચ્છા એવી હોય છે કે તેથી રજિત થઈ તેનાં વખાણ મોકલવા. શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી.
૨
વવાણિયા, ચૈત્ર સુદ ૬, બુધ, ૧૯૫૩
પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે, અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવાણું કોઈ ન કરે,
ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે.
ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનાં માન, મહત્ત્વ, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ, અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે.
શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે.
ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહોભાગ્ય !
૧. આંક ૧ શ્રી આંક ૨૬ સુધીના મોરબીના મુમુક્ષુ સાક્ષર શ્રી મનસુખભાઈ કરતચંદે પોતાની સ્મૃતિ પરથી શ્રીમદ્ના પ્રસંગોની કરેલ નોંધ પરથી