________________
૨૨૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ રાજચંદ્ર
ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ’.
મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે 'સંવેગ',
જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ ! હવે થોભ, એ ‘નિર્વેદ’. માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે 'શ્રદ્ધા' - 'આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મનુલ્ય બુદ્ધિ તે 'અનુકંપા.
આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે,
વિ0 રાયચંદ્રના ૫૦
૧૩૬
વાણિયા, બી. ભા. સુદ ૧૪, રવિ, ૧૯૪૬
તમારું સંવેગ ભરેલું પત્ર મળ્યું. પત્રોથી અધિક શું જણાવું ? જ્યાં સુધી આત્મા આત્મભાવથી અન્યથા એટલે દેહભાવે વર્તશે, હું કરું છું એવી બુદ્ધિ કરશે, હું રિદ્ધિ ઇત્યાદિકે અધિક છું એમ માનશે, શાસ્ત્રને જાળરૂપે સમજશે, મર્મને માટે મિથ્યા મોહ કરશે, ત્યાં સુધી તેની શાંતિ થવી દુર્લભ છે એ જ આ પત્તાથી જણાવું છું. તેમાં જ બહુ સમાયું છે. ઘણે સ્થળેથી વાંચ્યું હોય, સુણ્યું હોય તોપણ આ પર અધિક લક્ષ રાખશો.
܀܀܀
૧૩૭
રાયચંદ
મોરબી, બી. ભાદ. વદ ૪, ગુરુ, ૧૯૪૬
પત્ર મળ્યું. ‘શાંતિપ્રકાશ' નથી મળ્યું. મળ્યે યોગ્ય જણાવીશ. આત્મશાંતિમાં પ્રવર્તશો.
વિ રાયચંદ્રના થ
યોગ્યતા મેળવો. એમ જ મળશે.
܀܀܀܀܀
૧૩૮
મોરબી, બી. ભા, વદ ૬, શનિ, ૧૯૪૬
܀܀܀܀܀
૧૩૯
મોરબી, બી. ભા. વદ ૭, રવિ, ૧૯૪૬
મુમુક્ષુ ભાઈઓ.
લખું છું.
ગઈ કાલે મળેલા પત્રની પહોંચ પત્તાથી આપી છે. તે પત્રમાં લખેલાં પ્રશ્નોનો ટૂંકો ઉત્તર નીચે યથામતિ
આઠ રુચકપ્રદેશ સંબંધીનું પ્રથમ તમારું પ્રશ્ન છે.
ઉત્તરાધ્યયન સિદ્ધાંતમાં સર્વ પ્રદેશે કર્યં વળગણા બતાવી એનો હેતુ એવો સમજાયો છે કે એ કહેવું ઉપદેશાર્થે છે. સર્વ પ્રદેશે કહેવાથી શાસ્ત્રકર્તા આઠ રુચકપ્રદેશ કર્મ રહિત નથી એવો નિષેધ કરે છે, એમ સમજાતું નથી. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ કર્મ રહિત છે, ત્યારે અસંખ્યાત પ્રદેશ પાસે તે કઈ ગણતીમાં છે ? અસંખ્યાત આગળ તેનું એટલું બધું લઘુત્વ છે કે શાસ્ત્રકારે ઉપદેશની અધિકતા માટે એ વાત અંતઃકરણમાં રાખી બહારથી આ પ્રમાણે ઉપદેશ કર્યો; અને એવી જ શૈલી નિરંતર શાસ્ત્રકારની છે.