________________
૨૪૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નો સમાગમ ઇચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તેમ ‘જ્ઞાનાવતાર’ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો.
મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કોઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહો. એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ ? શું શ્રદ્ધા રાખીએ ? કેમ પ્રવર્તીએ ? તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો.
તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તોપણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઇચ્છા હોવાથી તેમની ઇચ્છાને અનુસર્યા છીએ.
વિશેષ શું લખીએ ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે.
એકાદ દિવસ રોકાજો. વધારે નહીં. ફરીથી મળજો.
મળવાની હા જણાવજો, હરીચ્છા સુખદાયક છે.
જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો, હરી
સુખદાયક છે.
૧૬૮
મુંબઈ, કાર્તિક સુદ ૧૩, સોમ, ૧૯૪૭
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે.
܀܀܀܀܀
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખ રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે.
܀܀܀
આપનું કૃપાપત્ર ગઈ કાલે મળ્યું. પરમાનંદ ને પરમોપકાર થયો.
અગિયારમેથી લથડેલો ઓછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે, એમ અનુભવ થાય છે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાનો બંધ થાય છે, અને એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે.
આજ્ઞાંકિત
મુંબઈ, કાર્તિક સુદિ ૧૩, સોમ, ૧૯૪૭
૧૬૯
ગઈ કાલે ૧ પત્ર તમારું મળ્યું. પ્રસંગે કંઈ પ્રશ્ન આવ્યું અધિક લખવાનું બની શકે.
ચિતા ત્રિભોવનદાસની જિજ્ઞાસા પ્રસંગોપાત્ત સમજી શકાઈ તો છે જ, તથાપિ જિજ્ઞાસા પ્રત્યે પુરુષાર્થ કરવાનું
જણાવેલું નથી, તે આ વેળા જણાવું છું.