________________
પક
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ રત
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો;
મુનિજી પ્રત્યે,
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો,
પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧
܀܀܀܀
૭૩૯
મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩
વવાણિયે પત્ર મળ્યું હતું. અત્રે શુક્રવારે આવવું થયું છે. થોડા દિવસ અત્રે સ્થિતિ સંભવે છે.
નડિયાદથી અનુક્રમે કયા ક્ષેત્ર પ્રત્યે વિહાર થવો સંભવે છે, તથા શ્રી દેવકીર્ણાદિ મુનિ ક્યાં એકત્ર થવાનો સંભવ છે, તે જણાવવાનું બને તો જણાવવા કૃપા કરશોજી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિર્ણયને કહ્યું
છે; તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.
હાલ કાં શાસ્ત્ર વિચારવાનો યોગ વર્તે છે, તે જણાવવાનું બને તો જણાવવાની કૃપા કરશોજી.
શ્રી દેવકીર્ણાદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
૭૪૦
મોરબી, માહ સુદ ૯, બુધ, ૧૯૫૩
'આત્મસિદ્ધિ' વિચારતાં આત્મા સંબંધી કંઈ પણ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ ? તે લખવાનું થાય તો લખશો, કોઈ પુરુષ પોતે વિશેષ સદાચારમાં તથા સંયમમાં પ્રવર્તે છે તેના સમાગમમાં આવવા ઇચ્છતા જીવોને તે પદ્ધતિના અવલોકનથી જેવો સદાચાર તથા સંયમનો લાભ થાય છે, તેવો લાભ વિસ્તારવાળા ઉપદેશથી પણ ઘણું કરીને થતો નથી, તે લક્ષ રાખવા યોગ્ય છે.
૭૪૧
મોરબી, માહ સુદ ૧૦, શુક્ર, ૧૯૫૩
સર્વજ્ઞાય નમઃ
અત્રે થોડાક દિવસ પર્યંત સ્થિતિ થવી સંભવે છે.
ઈડર જવાનો હાલ વિચાર રાખીએ છીએ. તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતિ કરશો. તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્તમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોક-અપેક્ષામાં યોગ્ય ન દેખાય. કેમકે અવસ્થા ફેર. પણ એવો વિકલ્પ તેમણે કર્તવ્ય નથી.
પરમાર્થદૃષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પરૂપ અંતરાય કર્તવ્ય નથી. આ વખતે સમાગમનો વિશેષ લાભ થવા યોગ્ય છે. માટે શ્રી ડુંગરે કંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો.
શ્રી ડુંગર તથા લહેરાભાઈ આદિ મુમુક્ષુને યથા