________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૨ મં
૩૫
સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર । ત્રિકાળ જયવંત વર્તે । ૐ શાંતિ શાંતિઃ શાંતિઃ
૮૭૬
મહાત્મા મુનિવરોને પરમભક્તિથી નમસ્કાર થાઓ.
મુંબઈ, જેઠ સુદ ૧૧, ૧૯૫૫
જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણાજળ ત્રૈલોક. જીવ્યું ધન્ય તેનું દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેર્દી લોક. જીવ્યું ખાતાં પીતાં બોલતાં નિત્યે, છે નિરંજન નિરાકાર. જીવ્યું જાણે સંત સલૂણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. જીવ્યું જગપાવનકર તે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર જીવ્યું તેને ચૌદ લોકમાં વિચરતાં, અંતરાય કોઈયે નવ થાય. જીવ્યું રિકિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, બ્રહ્મઆનંદ હદે ન સમાય. જીવ્યું
જો મુનિઓ અધ્યયન કરતા હોય તો ‘યોગપ્રદીપ’ શ્રવણ કરશો. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નો યોગ તમને ઘણું કરી
પ્રાપ્ત થશે.
܀܀܀܀܀
૮૭૭
જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે. તે વિષે યથાવસરોદય.
܀܀܀܀܀
૮૭૮
મુંબઈ, જેઠ વદ ૨, રવિ, ૧૯૫૫
મુંબઈ, જેઠ વદ ૭, શુક્ર, ૧૯૫૫
‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નું પુસ્તક ચાર દિવસ થયાં પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયો. વ્યવહારપ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.
܀܀܀܀܀
૮૭૯
મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫
‘ક્રિયાકોષ’ એથી બીજો સરળ નથી. વિશેષ અવલોકન કરવાથી સ્પષ્ટાર્થ થશે.
શુદ્ધાત્મસ્થિતિનાં પારમાર્થિક શ્રુત અને ઇંદ્રિયજય બે મુખ્ય અવલંબન છે. સુર્દઢપણે ઉપાસતાં તે સિદ્ધ થાય છે. હે આર્ય ! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, પરમતત્ત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે.
શાંતિઃ
**
८८०
મોહમયી, અસાડ સુદ ૮, રવિ, ૧૯૫૫
બન્ને ક્ષેત્રે સુસ્થિત મુનિવરોને યથાવિનય વંદન પ્રાપ્ત થાય.
પત્ર પ્રાપ્ત થયું. સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે.
અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ.
પારમાર્થિક શ્વેત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે.
૧. શ્રી આચારોગસૂત્રના એક વાક્ય સંબંધી. જુઓ આંક ૮૯.