________________
૬૩૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૮૮૧
મુંબઈ, અષાડ વદ ૬, શુક્ર, ૧૯૫૫
સ
પરમકૃપાળુ મુનિવર્યનાં ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
આવતી કાલે રાત્રિના મેલમાં અત્રેથી ભાઈ ત્રિભોવન વીરચંદ સાથે ‘પદ્મનંદી પંચવિંશતિ' નામનું સત્શાસ્ત્ર મુનિવર્યના મનનાર્થે મોકલવાની વૃત્તિ છે. તો મેલ વખતે તમે સ્ટેશન પર આવવાનું કરશો. મહાત્માશ્રી, તે ગ્રંથનું મનન કરી રહ્યા પછી પરમ કૃપાળુ મુનિ શ્રીમદ્દ દેવકીર્ણસ્વામીને તે ગ્રંથ મોકલાવશો,
બીજા મુનિઓને સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
૮૮૨
મુંબઈ, અષાડ વદ ૮, રવિ, ૧૯૫૫
મુમુક્ષુ તથા બીજા જીવોના ઉપકારને નિમિત્તે જે ઉપકારશીલ બાહ્ય પ્રતાપની સૂચના વિજ્ઞાપન દર્શાવ્યું, તે અથવા બીજાં કોઈ કારણો કોઈ અપેક્ષાએ ઉપકારશીલ થાય છે. હાલ તેવા પ્રવૃત્તિસ્વભાવ પ્રત્યે ઉપશાંતવૃત્તિ છે.
પ્રારબ્ધયોગથી જે બંને તે પણ શુદ્ધ સ્વભાવના અનુસંધાનપૂર્વક થવું ઘટે છે. મહાત્માઓએ નિષ્કારણ કરુણાથી પરમપદનો ઉપદેશ કર્યો છે, તેથી એમ જણાય છે કે તે ઉપદેશનું કાર્ય પરમ મહત જ છે. સર્વ જીવ પ્રત્યે બાહ્ય દયામાં પણ અપ્રમત્ત રહેવાનો જેના યોગનો સ્વભાવ છે, તેનો આત્મસ્વભાવ સર્વ જીવને પરમપદના ઉપદેશનો આકર્ષક હોય, તેવી નિષ્કારણ કરુણાવાળો હોય તે યથાર્થ છે.
܀܀܀܀܀
મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૯૫૫
૮૮૩
ૐ નમઃ
“बिना नयन पावे नहीं बिना नयनकी बात"
એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદૃષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. તેમજ બીજા પ્રશ્નોનાં સમાધાન માટે હાલ પ્રવૃત્તિ બહુ અલ્પ વર્તે છે. સત્સમાગમના યોગમાં સહજમાં સમાધાન થવા યોગ્ય છે,
‘બિના નયન’ આદિ વાક્યનો સ્વકલ્પનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદૃષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' અથવા બીજાં સત્શાસ્ત્ર થોડા વખતમાં ઘણું કરીને પ્રાપ્ત થશે.
દુષમકાળ છે, આયુષ્ય અલ્પ છે, સત્યમાગમ દુર્લભ છે. મહાત્માઓનાં પ્રત્યક્ષ વાક્ય, ચરણ અને આજ્ઞાનો યોગ કઠણ છે. જેથી બળવાન અપ્રમત્ત પ્રયત્ન કર્તવ્ય છે.
તમારી સમીપ વર્તતા મુમુક્ષુઓને યથાવિનય પ્રાપ્ત થાય. શાંતિ.
܀܀܀܀܀
૮૮૪
આ દુષમકાળમાં સન્સમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો
યોગ ક્યાંથી છાજે ?
૧. જુઓ આંક ૨૫૮.