________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૨ મું
૮૬૦
ૐ નમઃ
૬૩૧
મોરબી, ફાલ્ગુન સુદ ૧, રવિ, ૧૯૫૫
પત્ર પ્રાપ્ત થયું.
'નાર્ક રૂપ નિહાળતા' એ ચરણનો અર્થ વીતરાગમુદ્રાસુચક છે. રૂપાવલોકન દૃષ્ટિથી સ્થિરતા પ્રાપ્ત થયે સ્વરૂપાવલોકનદૃષ્ટિમાં પણ સુગમતા પ્રાપ્ત થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપાવલોકનદૃષ્ટિ પરિણમે છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના, અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપદેષ્ટિ સહજમાં પરિણમે છે.
પત્ર પ્રાપ્ત થયું.
܀܀܀܀
૮૬૧
ૐ નમઃ
મોરબી, ફાગણ સુદ ૧, રવ, ૧૯૫૫
‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય'નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. “આત્મસિસિ” સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા યોગ્ય છે.
વનમાળીદાસે 'તત્ત્વાર્થસૂત્ર' વિશેષ કરી વિચારવું યોગ્ય છે.
હિંદી ભાષા ન સમજાતી હોય તો ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગ્રંથ શ્રવણ કરી સમજવો યોગ્ય છે. શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે.
܀܀܀܀܀
૮૬૨
મોરબી, ફાગણ સુદ ૧, રવિ, ૧૯૫૫
વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશો.
૮૬૩
વવાણિયા, ફા૦ વદ ૧૦, બુધ, ૧૯૫૫
આત્માર્થીએ બોધ ક્યારે પરિણમી શકે છે એ ભાવ સ્થિરચિત્તે વિચારવા યોગ્ય છે, જે મૂળભૂત છે.
અમુક અસવૃત્તિઓનો પ્રથમ અવશ્ય કરી નિરોધ કરવો યોગ્ય છે. જે નિરોધના હેતુને દેઢતાથી અનુસરવું
જ જોઈએ, તેમાં પ્રમાદ યોગ્ય નથી.
૮૬૪
વવાણિયા, ફાગણ વદ ૦)), ૧૯૫૫
‘ચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભુલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ધાનિક સાધુથું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયત, ર મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ.” ૩
- આનંદઘન, સંભવનિસ્તવન.
કોઈ નિવૃત્તિમુખ્ય ક્ષેત્રે વિશેષ સ્થિતિ અવસરે સમ્રુત વિશેષ પ્રાપ્ત થવા યોગ્ય છે. ગુર્જર દેશ પ્રત્યે તમારું આગમન થાય એમ ખેરાળુક્ષેત્ર મુનિશ્રી ઇચ્છે છે. વેણાસર અને ટીકરને રસ્તે થઈ ધાંગધ્રા તરફથી હાલ ગુર્જર દેશમાં જઈ શકાવા સંભવ છે. તે માર્ગે પિપાસા પરિવહનો કંઈક સંભવ રહે છે.