________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૨ મું
કર૯
૮૫૩
ૐ નમઃ
ઈડર, માર્ગશીર્ષ સુદ ૧૪, સોમ, ૧૯૫૫
‘પંચાસ્તિકાય’ અત્રે મોકલવાનું બને તો મોકલશો. મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. 'સમયસાર' મૂળ પ્રાકૃત (માગધી) ભાષામાં છે. તેમજ 'સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા' એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો “પંચાસ્તિકાય’ સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે.
જેમ બને તેમ વીતરાગદ્યુતનું અનુપ્રેક્ષણ (ચિંતવન) વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી.
રાજ્યચંદ્ર
܀܀܀܀܀
૮૫૪
ૐ નમઃ
ઈડર, માર્ગ સુદ ૧૫, સૌમ, ૧૯૫૫
તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો.
હાલ એક અઠવાડિયું થયાં અત્રે સ્થિતિ છે. ‘આત્માનુશાસન’ ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતાં આજ્ઞાનો અતિક્રમ (ઉલ્લંઘન) નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. ‘ઉપદેશ- પત્રો' વિષે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથાવસર.
રાજચંદ્ર
૮૫૫
ઈડર, માર્ગી સુદ ૧૫, સૌમ, ૧૯૫૫
વીતરાગશ્રુતનો અભ્યાસ રાખજો.
܀܀܀܀
૮૫૬
ઈડર, માર્ગ વદ ૪, શનિ, ૧૯૫૫
ૐ નમઃ
તમારી લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે.
અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી.
તમને જે સમાધાનવિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિયોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે.
જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાનીપુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની ઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે, સત્યમાગમના અભાવે વીતરાગશ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તસ્મૈર્ય માટે તે પરમ ઔષધ છે.