________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ર મ
૮૫૧
મોહમયીક્ષેત્ર, કા૦ સુદ ૧૪, ગુરુ, ૧૯૫૫
હાલ હું અમુક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેશો.
માત્ર અન્નવસ્ત્ર હોય તોપણ ઘણું છે. પણ વ્યવહારપ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડુંઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે.
માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્તહૃદયી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું,
૮૫૨
ૐ નમઃ
ૐ શાંતિ.
મુંબઈ, માગશર સુદ ૩, શુક્ર, ૧૯૫૫
ઘણું કરીને આવતી કાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપરામતા (નિવૃત્તિ) થશે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે.
મુનિઓને યથાવિધિ નમકાર કહેશો.
વીતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે,
܀܀܀܀܀