________________
http://www.ShrimadRajchandra.org
સમજાશે.
વર્ષ ૩૧ મું.
૮૧૫
મુંબઈ, કારતક વદ ૧, બુધ, ૧૯૫૪
આત્માર્થી શ્રી મનસુખે લખેલાં પ્રશ્નનું સમાધાન વિશેષે કરીને સમાગમમાં પ્રાપ્ત થવાથી યથાયોગ્ય
જે આર્યો અન્ય ક્ષેત્રે હવે વિહાર કરવાના આશ્રમમાં છે, તેમણે જે ક્ષેત્રમાં શાંતરસપ્રધાન વૃત્તિ રહે, નિવૃત્તિમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો લાભ થાય તેવાં ક્ષેત્રમાં વિચરવું યોગ્ય છે. સમાગમની આકાંક્ષા છે, તો હાલ વધારે દૂર ક્ષેત્રમાં વિચરવું નહીં બની શકે, ચરોતરાદિ પ્રદેશમાં વિચરવું યોગ્ય છે. એ જ વિનંતિ.
તમારા લખેલા કાગળો મળ્યા છે.
૮૧૬
મુંબઈ, કારતક વદ ૫, ૧૯૫૪
અમુક સગ્રંથો લોકહિતાર્થે પ્રચાર પામે તેમ કરવાની વૃત્તિ જણાવી તે લક્ષમાં છે.
મગનલાલ વગેરેએ દર્શનની તથા સમાગમની આકાંક્ષા દર્શાવેલી તે કાગળો પણ મળ્યા છે.
કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઇક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે, છે
܀܀܀܀܀