________________
૩૧૩
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૮૧૭
મુંબઈ, કારતક વદ ૧૨ ૧૯૫૪
પ્રથમ તમારા બે પત્રો તથા ાલમાં એક પત્ર મળ્યું છે. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે.
આત્મદશાને પામી નિર્ધદ્વપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બન્યે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દેઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી, ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનનો યોગ બનતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તોપણ ક્વચિત્ ક્વચિત્ તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સત્યમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે.
૮૧૮
મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪
ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાનિક એ છ ભાવનો લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે. તે સમજાવા માટે ઉપર કહ્યા તે ભાવો વિશેષ અવલંબનનુત છે.
૮૧૯
મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૯૫૪
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઇને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઇ. ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
૮૨૦
મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૯૫૪
ત્રંબકલાલનો લખેલો કાગળ ૧ તથા મગનલાલનો લખેલો કાગળ ૧ તથા મણિલાલનો લખેલો કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલનો લખેલો કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજી સુધી બન્યું નથી.
શ્રી ડુંગરની જિજ્ઞાસા ‘આત્મસિદ્ધિ’ વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશો. “મોક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા યોગ્ય છે. તે ગ્રંથ તેમને થોડા દિવસમાં ઘણું કરીને મોકલશે.
‘કયા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય ?” ‘કયા ગુણો અંગમાં આવવાથી સમ્યકૃર્દષ્ટિપણું તથારૂપે કહેવાય ?” કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય ?”